women t20 world cup: દક્ષિણ આફ્રિકાએ અપસેટ સર્જયો, ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું


દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી વિશ્વકપની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી છે. 
 

women t20 world cup: દક્ષિણ આફ્રિકાએ અપસેટ સર્જયો, ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું

પર્થઃ પર્થમાં રમાયેલી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવી અપસેટ સર્જયો અને જીત સાથે શરૂઆત કરી છે. ગ્રુપ બીની મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 123 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. ડેન વૈન નિકર્ક (46 રન તથા 2 વિકેટ)ને ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત સારી ન રહી અને પાવરપ્લેની અંદર તેણે 26 રન બનાવી બે વિકેટ ગુમાવી દીધી હતી. એમી એલેન જોન્સ (23) અને ડેનિયલ વાયટ (2) રન બનાવી આઉટ થઈ હતી. નતાલી શીવરે 41 બોલમાં 50 રન ફટકાર્યા અને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન તેણે ફ્રેન વિલ્સન (14)ની સાથે ચોથી વિકેટ માટે 29 અને પાંચમી વિકેટ માટે કેથરીન બ્રન્ટ (9)ની સાથે 32 રનની ભાગીદારી કરી હતી. 

શીવરની શાનદાર ઈનિંગ છતાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 123 રન બનાવી શકી હતી. આફ્રિકા તરફથી અયાબોન્ગા ખાકાએ સૌથી વધુ ક્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કેપ્ટન ડેન વેન નિકર્ક અને મરીઝાના કેપે બે-બે વિકેટ ઝડપી હતી. 

લક્ષ્યના જવાબમાં આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને લિજેલ લી માત્ર 4 રન બનાવી ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ ડેન વેન નિકર્ક (51 બોલ 46 રન) અને કેપ (33 બોલ 38 રન)ની સાથે બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી નોંધાવી અને ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. પરંતુ 90ના સ્કોર પર બંન્ને આઉટ થતાં આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો હતો. અંતમાં મિગનન ડૂ પ્રીઝે 11 બોલમાં અણનમ 18 રન ફટકારીને બે બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી. ક્લો ટ્રાયને પણ 12 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી એકલેસ્ટને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news