શું ઈઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો અને તેલ ભંડાર પર હુમલો કરશે? પીએમ નેતન્યાહુએ આપ્યો જવાબ

Iran-Israel War: 1 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લેવા માટે ઈઝરાયલે પ્લાન બનાવી લીધો છે. ઇઝરાયલે કહ્યું કે તે ઈરાનના પરમાણુ મથકો અને તેલ પ્લાન્ટ પર હુમલો કરશે નહીં.

શું ઈઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો અને તેલ ભંડાર પર હુમલો કરશે? પીએમ નેતન્યાહુએ આપ્યો જવાબ

Iran-Israel War: ઇઝરાયલે ઈરાન પર હુમલાની પોતાની યોજના બનાવી લીધી છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ કહ્યુ કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેલ પ્લાન્ટ પર હુમલો કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ઇઝરાયલ ગમે ત્યારે ઈરાનના સૈન્ય ઠેકાણા પર હુમલો કરી શકે છે. 

રિપોર્ટ્સ પ્રમાણે ઇઝરાયલ 5 નવેમ્બર પહેલા ઈરાન પર હુમલો કરી શકે છે. મહત્વનું છે કે ઈરાન તરફથી 1 ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો બદલો લેવાની ઇઝરાયલ તૈયારી કરી રહ્યું છે. 

પરમાણુ અને તેલ પ્લાન્ટ પર હુમલો નહીં કરે ઇઝરાયલ
વોશિંગટન પોસ્ટે જણાવ્યું કે ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેલ પ્લાન્ટ પર હુમલો કરશે નહીં.  આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુ વચ્ચે વાતચીત થઈ હતી. બંને નેતાઓએ આ દરમિયાન ઈરા પર જવાબી હુમલાના વિકલ્પ પર ચર્ચા કરી હતી. જો બાઈડેને આ દરમિયાન કહ્યું હતું કે અમેરિકા ઈરાનના પરમાણુ અને તેલ પ્લાન્ટ પર હુમલાનું સમર્થન નહીં કરે.

ઈરાન પર હુમલાનો પ્લાન અમેરિકા અને ઇઝરાયલ એક સાથે બનાવી રહ્યું છે. બેન્ઝામિન નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયલ આ પ્રકારના હુમલાનો પ્લાન બનાવવા પર સહમત છે, જેની અસર અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ન થાય.

આ કારણે તેલ પ્લાન્ટ પર હુમલો નહીં કરે
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ ઈરાનના તેલ પ્લાન્ટ પર હુમલો કરે છે તો તેની અસર વૈશ્વિક સ્તર પર તેલની કિંમતો પર પડશે. તેનાથી ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે જનતાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

તમને જણાવી દઈએ કે ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. આમાંની મોટાભાગની મિસાઇલોને ઇઝરાયેલ અને અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ્સે તોડી પાડી હતી. જો કે, કેટલાક એન્ટી મિસાઈલ સિસ્ટમને ભેદવામાં સફળ રહ્યા હતા. જેમાં 2 ઈઝરાયેલના નાગરિકો ઘાયલ થયા હતા
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news