Lebanon તરફથી આવ્યા 3 રોકેટ, જવાબમાં Israel ની સેનાએ તોપના ગોળાનો કર્યો વરસાદ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસક ઘર્ષણ ખતમ થયા બાદ હવે ઈઝરાયેલ અને પાડોશી દેશ લેબનોન (Lebanon) વચ્ચે ઘર્ષણના સમાચાર છે.
Trending Photos
તેલ અવીવ: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસક ઘર્ષણ ખતમ થયા બાદ હવે ઈઝરાયેલ અને પાડોશી દેશ લેબનોન (Lebanon) વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ઈઝરાયેલે લેબનોનને ચેતવણી આપી છે કે જો તે નહીં સુધરે તો તે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
લેબનોનની સરહદમાંથી 3 રોકેટ છોડ્યા
Channel 12ના રિપોર્ટ મુજબ ઈઝરાયેલના ઉત્તર વિસ્તાર Kiryat Shmona માં બુધવારે બપોરે ત્રણ રોકેટ છોડવામાં આવ્યા. આ રોકેટ પાડોશી દેશ લેબનોનની સરહદથી છોડવામાં આવ્યા. જેમાંથી બે રોકેટ ઈઝરાયેલના ખુલ્લા વિસ્તારમાં પડ્યા જેનાથી કોઈ નુકસાન થયું નથી. જ્યારે એક રોકેટ લેબનોનની સરહદમાં જ તૂટી પડ્યું.
ઈઝરાયેલે લેબનોન પર ગોળાનો વરસાદ કર્યો
રિપોર્ટ મુજબ દેશ પર રોકેટ હુમલો થતા જ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે પણ જવાબ આપ્યો અને લેબનોન બાજુ ટાર્ગેટ કરીને તાબડતોબ આર્ટિલરી ફાયરિંગ શરૂ કરી દીધુ. તેની આકરી પ્રતિક્રિયા બાદ રોકેટ હુમલા બંધ થઈ ગયા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે વિસ્તારમાં તૈનાત UN ટ્રુપ્સ દ્વારા લેબનોનને આકરી ચેતવણી આપી છે કે જો બોર્ડર પર શાંતિ નહીં જળવાય તો તે તેનો કડક જવાબ આપશે.
RAW FOOTAGE: 3 rockets were just fired from Lebanon toward northern Israel. 2 rockets landed in Israel, and 1 fell inside Lebanon.
In response, our artillery forces fired into Lebanon. pic.twitter.com/Sf3754RqRU
— Israel Defense Forces (@IDF) August 4, 2021
પેલેસ્ટાઈનીયન આતંકીઓનો હાથ હોવાની આશંકા
રોકેટ છોડવાની આ ઘટના ઈઝરાયેલ-લેબનોનના Metula સરહદે થઈ. છેલ્લા એક મહિનામાં આ બોર્ડર પર રોકેટ હુમલાની આવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે બુધવારે લેબનોનની સરહદથી કરાયેલો રોકેટ હુમલો લેબનોનમાં અડ્ડો જમાવી બેઠેલા પેલેસ્ટાઈનીયન આતંકીઓનું કામ હતું.
લેબનોના દક્ષિણ હિસ્સા પર Hezbollah નો કબ્જો
મળતી માહિતી મુજબ લેબનોનના દક્ષિણ ભાગ પર આતંકી સંગઠન હિઝબુલ્લાહનો કબ્જો છે. વર્ષ 2006 સુધી હિઝબુલ્લાહના આતંકીઓ ઈઝરાયેલ પર હુમલો કરતા હતા. જેનો ઈઝરાયેલ જબરદસ્ત જવાબ આપતું હતું. આખરે હિઝબુલ્લાએ 2006માં ઈઝરાયેલ સાથે સમજૂતી કરી લીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝડપ બંધ થઈ ગઈ અને હવે શાંતિ છે.
રિપોર્ટ મુજબ લેબનોનના જે હિસ્સામાંથી બુધવારે ઈઝરાયેલ પર રોકેટ હુમલો કરાયો તે વિસ્તાર પર હિઝબુલ્લાહનું શાસન છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ એટેક પેલેસ્ટાઈનીયન આતંકીઓનો હોય પરંતુ તેમાં હિઝબુલ્લાહની પણ સંમતિ જરૂર હશે.
ઈઝરાયેલ દર વખતે કરે છે જબરદસ્ત પલટવાર
લેબનોનમાં અડ્ડો જમાવી બેઠેલા પેલેસ્ટાઈનીયન આતંકીઓનું આ ગ્રુપ વચ્ચે વચ્ચે ઈઝરાયેલ પર એટેક કરતું રહે છે. આ ગ્રુપના આતંકીઓએ આ અગાઉ જુલાઈ 2020માં પણ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. જેમાં કોઈ જાનહાનિ થઈ નહતી. જો કે તે હુમલા બાદ ઈઝરાયેલે પોતાની તોપોના મોઢા લેબનોન તરફ ખુલ્લા મૂકી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે