ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં આરપારની જંગ, હમાસે એક દિવસમાં છોડ્યા 130 રોકેટ, ભારતીય મહિલાનું મોત
પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા.
Trending Photos
તેલ અવીવ: પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા. આ હુમલામાં એક ભારતીય મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે. જે ગત વર્ષથી ઈઝરાયેલમાં રહેતી હતી અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ હમાસને આતંકી સંગઠન ગણે છે.
ઘર પર પડ્યું રોકેટ
ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું છે કે હમાસે રહેણાંક વિસ્તારમાં લગભગ 130 રોકેટ છોડ્યા છે અને જેરૂસેલમમાં ભારે હિંસા આચરી. આવા જ એક રોકેટ હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું પણ મોત થયું. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટમાં કહેવાયું છે કે એક રોકેટ સૌમ્યાના ઘર પર જઈને પડ્યું. જેના કારણે તેમનું મોત થયું. તેમના પરિવારમાં 9 વર્ષનો પુત્ર અને પતિ છે.
રોન મલ્કાએ કરી પુષ્ટિ
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત ડો.રોન મલકા તરફથી ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી અપાઈ છે. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે ઈઝરાયેલ તરફથી હું સૌમ્યા સંતોષના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તે હમાસના આતંકી હુમલામાં માર્યા ગયા. અમારું હ્રદય રડી રહ્યું છે. એક 9 વર્ષના બાળકે આ ક્રુર આતંકી હુમલામાં પોતાની માતાને ગુમાવી દીધી.
એક વીડિયો પણ શેર કરાયો
આ ઘટનાનો એક વીડિયો ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ દ્વારા સોશિયલ મીડિયામાં શેર પણ કરાયો છે. જેમાં અનેક રોકેટ આકાશમાં જોવા મળી રહ્યા છે. જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોઈને આખી દુનિયા ટેન્શનમાં આવી ગઈ છે. વધુ એક યુદ્ધની આશંકા સતાવવા લાગી છે. મળતી માહિતી મુજબ હમાસના આ હુમલા બાદ ઈઝરાયેલ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. સેના તરફથી 5000 સૈનિકોને ગાઝા બોર્ડર પર તૈનાત કરવાની તૈયારી છે જ્યારે હવાઈ હુમલા દ્વારા જ જડબાતોડ જવાબ આપવા ઉપર પણ વિચાર થઈ રહ્યો છે.
RAW FOOTAGE: This is the moment the Iron Dome intercepted a barrage of rockets over Tel Aviv and central Israel. pic.twitter.com/8jl8OTgWCl
— Israel Defense Forces (@IDF) May 11, 2021
યહૂદી અને મુસલમાનો અલ અક્સા મસ્જિતને પવિત્ર ગણે છે
અત્રેજણાવવાનું કે જેરૂસેલમમાં અલ અક્સા મસ્જિદમાં પેલેસાઈઈની અને ઈઝરાયેલી સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પેલેસ્ટાઈની પ્રદર્શનકારીઓના પથ્થરમારાના જવાબમાં ઈઝરાયેલી સુરક્ષાદળોએ રબર બુલેટનો ઉપયોગ કર્યો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘર્ષણ જેરૂસેલમની અલ અક્સા મસ્જિદ પરિસરમાં થઈ જેને યહૂદી અને મુસલમાનો બંને પવિત્ર ગણે છે.
ઈઝરાયેલ અને ઈઝરાયેલની બર્બાદી ઈચ્છતા ઈસ્લામી આતંકી સંગઠન હમાસે ત્રણ જંગ લડી અને ગાઝા પર આતંકી સંગઠનના 2007માં થયેલા કબ્જા બાદથી પણ અનેકવાર ઝડપ જોવા મળી. પૂર્વમાં ઈઝરાયેલ અને ગાઝા પર શાસન કરનારા હમાસ વચ્ચે થનારો સરહદી સંઘર્ષ થોડા સમયમાં સમાપ્ત થઈ જવાનો હતો જેનું કારણ મોટાભાગે પડદા પાછળ કતાર, ઈજિપ્ત અને અન્ય દેશો દ્વારા થતી મધ્યસ્થતા બની રહેતી હતી.
થોડા દિવસ ચાલુ રહી શકે છે લડાઈ- નેતન્યાહૂ
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે ચેતવણી આપી હતી કે આ લડત વધુ થોડા સમય માટે ચાલુ રહી શકે છે. ઈઝરાયેલી સેનાના પ્રવક્તા લેફ્ટેનન્ટ કર્નલ જોનાથન કોનરિક્સે મંગળવારે સંવાદદાતાઓને જણાવ્યું કે સેના ગાઝામાં લક્ષ્યોને નિશાન બનાવવાના શરૂઆતના તબક્કામાં છે. આ લક્ષ્યોને નિશાન બનાવવાની યોજના બહુ પહેલા બનાવી લેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે