ઈરાની લીડરે દુનિયાભરના મુસલમાનોને એકજૂથ થવાની અપીલ કરી, ઈઝરાયેલને આપી ચેતવણી, જાણો  ભાષણની 10 મહત્વની વાતો

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈએ ઈઝરાયેલ વિરુદ્ધ ખુબ આક્રોશ ઠાલવ્યો. તેહરાનની ગ્રાન્ડ મસ્જિદથી ભાષણ આપતા ખામેનેઈએ કહ્યું કે જો જરૂર પડી તો અમે ઈઝરાયેલ પર ફરીથી હુમલો કરીશું. 

ઈરાની લીડરે દુનિયાભરના મુસલમાનોને એકજૂથ થવાની અપીલ કરી, ઈઝરાયેલને આપી ચેતવણી, જાણો  ભાષણની 10 મહત્વની વાતો

હિઝબુલ્લાહના માર્યા ગયેલા ચીફ હસન નસરલ્લાહને યાદ કરતા શુક્રવારે તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં હજારો લોકો નમાજ અદા કરવા માટે પહોંચ્યા. નમાજ બાદ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈએ લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે દુનિયાભરના મુસલમાનોને એકજૂથ થવાની અપીલ કરી. 

ઈરાનના લોકોને સંબોધિત કરતા ખામેનેઈએ કહ્યું કે તમે લોકો અલ્લાહે દર્શાવેલા રસ્તાથી પીછે ન હટો. મુસલમાનો એકજૂથ રહો. આપણે એકજૂથ થઈને રહેવું પડશે. આપણે પ્રેમ-મહોબ્બતથી રહેવું પડશે. ઈઝરાયેલ વિરુદ્ધ ગુસ્સો ઠાલવતા ખામેનેઈએ કહ્યું કે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના વિસ્તારો પર ખોટી રીતે કબજો જમાવેલો છે. તેમણે કહ્યું કે ઈરાની રાષ્ટ્રનો દુશ્મન ઈરાકી રાષ્ટ્રનો દુશ્મન છે, લેબનોની રાષ્ટ્રનો પણ તે દુશ્મન છે, ઈજિપ્ત રાષ્ટ્રનો પણ એ જ દુશ્મન છે, આપણા બધાનો દુશ્મન એક જ છે. 

અત્રે જણાવવાનું કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યાની ઘટનાના ત્રણ દિવસ બાદ હવે ઈરાનના ચીફ નેતા અયાતુલ્લાહ સૈય્યદ અલી ખામેનેઈએ જાહેરાત કરી કે તેઓ આ શુક્રવારે તેહરાનમાં વ્યક્તિગત રીતે સાપ્તાહિક સામૂહિક પ્રાર્થનાનું નેતૃત્વ કરશે. અયાતુલ્લાહ ફક્ત અસાધારણ પરિસ્થિતિઓમાં જ શુક્રવારે નમાજનું નેતૃત્વ કરે છે. છેલ્લે તેમણે 2020માં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ કર્યું હતું. 

ખામનેઈના ભાષણની 10 મહત્વની વાતો

1. હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહની વિદાય એ આપણા માટે ન પૂરી થકાય તેવી ખોટ છે. ઈરાને ઈઝરાયેલને મિસાઈલથી જવાબ આપ્યો છે. 

2. જો જરૂર પડી તો અમે ઈઝરાયેલ પર ફરીથી હુમલો કરીશું. હિઝબુલ્લાહ અને લેબનોનના લોકો પોતાના હક માટે લડી રહ્યા છે. 

3. પેલેસ્ટાઈન પર દુશ્મનોનો કબજો છે. પેલેસ્ટાઈનને પોતાની જમીન પાછી લેવાનો હક છે. ઈરાનથી લેબનોન સુધી મુસલમાનો એકજૂ થાય. 

4. આ (ઈઝરાયેલ) તમામ મુસલમાનોનો દુશ્મન છે. તે ફક્ત આપણો જ નહીં પરંતુ પેલેસ્ટાઈન અને યમનનો પણ દુશ્મન છે. 

5. દુશ્મનોના મનસુબા સફળ થવા દઈશું નહીં. તેઓ મુસલમાનો જોડે દુશ્મની આગળ વધારવા માંગે છે. દુશ્મન પોતાની શૈતાની સિયાસત વધારવા માંગે છે. 

6. ઈઝરાયેલ વિરુદ્ધ આ જંગમાં અરબના મુસલમાનો પણ અમારો સાથ આપે. લેબનોન માટે અમે બધુ કરીશું. 

7. ઈઝરાયેલને લેબનોનથી મારી ભગાડ્યું હતું. લેબનોનના મુસલમાનોએ પોતાની ઈજ્જતની રક્ષા કરી અને ઈઝરાયેલ વિરુદ્ધ લડ્યા. 

8. મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યા છે. હમાસ પણ પેલેસ્ટાઈનના મુસલમાનોના હક માટે ઈઝરાયેલ વિરુદ્ધ લડી રહ્યું છે. 

9. પેલેસ્ટાઈનના લોકો પાસે પૂરો અધિકાર છે કે તેઓ એ તાકાતો વિરુદ્ધ લડે જે તમના પર કબજો જમાવવા માંગે છે. 

10. ગત વર્ષે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર થયેલો હમાસનો હુમલો યોગ્ય હતો. હમાસે બિલકુલ યોગ્ય કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news