ઈરાનના ઈઝરાયેલ પર હુમલાથી દુનિયામાં દહેશત, શું સાચી પડશે નાસ્ત્રેદેમસની 500 વર્ષ જૂની ભવિષ્યવાણી?

દુનિયાના સૌથી મોટા ભવિષ્યવક્તા કહેવાતા નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ લોકો યાદ કરવા લાગ્યા છે. દુનિયાભરમાં અનેક સોશિયલ મીડિયા યૂઝર્સને ત્રીજા વિશ્વયુદ્ધની આહટ આવવા લાગી છે. ઈઝરાયેલમાં હુમલા બાદ નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં છે.

ઈરાનના ઈઝરાયેલ પર હુમલાથી દુનિયામાં દહેશત, શું સાચી પડશે નાસ્ત્રેદેમસની 500 વર્ષ જૂની ભવિષ્યવાણી?

ઈઝરાયેલ પર રવિવારે ઈરાન તરફથી કરાયેલા હુમલા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. તણાવના પગલે અનેક દેશો આ સંઘર્ષમાં કૂદી પડે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ રહી છે. આવામાં દુનિયાના સૌથી મોટા ભવિષ્યવક્તા કહેવાતા નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ લોકો યાદ કરવા લાગ્યા છે. દુનિયાભરમાં અનેક સોશિયલ મીડિયા યૂઝર્સને ત્રીજા વિશ્વયુદ્ધની આહટ આવવા લાગી છે. ઈઝરાયેલમાં હુમલા બાદ નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં છે.

ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સ ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અનેક યૂઝર્સનું માનવું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ છેડાશે તો બે ભાગલા પડશે. જેમાં એક નાટો હશે જેમાં અમેરિકા, ઈઝરાયેલ અને બ્રિટન મુખ્યત્વે હશે. બીજા પક્ષે રશિયા, ચીન, ઈરાન,યમન અને ઉત્તર કોરિયા હશે. 

શું કહ્યું છે ભવિષ્યવાણીમાં?
16મી સદીના પ્રસિદ્ધ ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદેમસને દુનિયાના મોટા ભવિષ્યવક્તા તરીકે ગણવામાં આવે છે. તેમણે પોતાના પુસ્તક લેસ પ્રોફેસીસ (ભવિષ્યવાણીઓ)માં વર્ષ 2024 માટે કેટલીક ડરામણી ભવિષ્યવાણીઓ કરી હતી જેને દુનિયા 2024માં જોશે. તેમણે સમુદ્રમાં યુદ્ધની ભવિષ્યવાણી આ વર્ષ માટે કરેલી છે. પુસ્તકમાં જણાવ્યું છે કે શત્રુ ભયથી પીળો થઈ જશે અને મહાન મહાસાગરને ભયમાં નાખશે. આ ભવિષ્યવાણીને લાલ સાગરમાં જહાજો પર હૂતી વિદ્રોહીઓના હુમલા સાથે જોડવામાં આવી રહ્યી છે જે સાચી પણ ઠરી. 

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન તરફથી ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન સિરીયા, યમન અને ઈરાકની જમીનથી પણ ઈઝરાયેલ પર હુમલા થયા. અમેરિકા અને બ્રિટન ઈઝરાયેલની મદદ ઘણા સમયથી કરી રહ્યા છે. આવામાં સોશિયલ મીડિયા યૂઝર્સનું માનવું છે કે દુનિયાનો મોટો હિસ્સો આ લડાઈમાં સામેલ થઈ ચૂક્યો છે. આવામાં આ વર્ષે મહાયુદ્ધની નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણી પણ કદાચ સાચી પડી શકે છે. 

ભારત માટે કહી આ વાત
નાસ્ત્રાદેમસે 2024ને લઈને ભારત માટે જે કહ્યુ છે તે વિચારવા જેવું છે. ભારતમાં એક એવી શોધ થવાની છે જેમાં મનુષ્ય આવનારા સમયમાં ઘટનારી ઘટનાઓ અંગે પહેલેથી જ જાણી લેશે. 

એવી પણ ભવિષ્યવાણી છે કે ભારતમાં રહસ્યમયી લોકોનું આગમન થશે. ભવિષ્યવાણીના દાવા મુજબ હિમાલયમાં તપસ્યા કરી રહેલા એવા સંતોનું આગમન થશે જે ચમત્કારીક અને રહસ્યમયી હશે જે હજારો વર્ષથી જીવિત હશે. 2024માં ભારત અંતરિક્ષમાં પણ પોતાની એક વિશેષ સત્તા કાયમ કરશે. જો કે ગત વર્ષોમાં અનેક ગંભીર ભવિષ્યવાણીઓ સાચી પડી હોય એવું પણ નથી. આવામાં જરૂરી નથી કે તેમની લખેલી દરેક ભવિષ્યવાણી સટિક જ સાબિત થાય. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news