UAE માં શુક્રવારે હાફ ડે અને શનિ-રવિ રજા, હવે વીકમાં માત્ર સાડા ચાર દિવસ જ વર્કિંગ
સંયુક્ત આરબ અમીરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે લાંબો વીકએન્ડ કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપે છે. સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવું એ UAEની સરકારના પ્રયાસોના ભાગરૂપે આવે છે. એટલા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) હવે પશ્ચિમી દેશોના રસ્તે ચાલી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના વિવિધ દેશો હવે ત્યાં રહેતાં લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. લોકોને સારું જીવન ધોરણ મળે અને લોકો કઈ રીતે તણાવમુક્ત જીવન જીવી શકે તે માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યાં છે. જેમાં વીકમાં એક રજાને બદલે ક્યાંક બે રજા તો ક્યાંક ત્રણ રજાનો કોન્સેપ્ટ અમલી કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે UAE એ પણ આ પદ્ધતિને અપવાની છે.
સંયુક્ત આરબ અમીરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે લાંબો વીકએન્ડ કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપે છે. સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવું એ UAEની સરકારના પ્રયાસોના ભાગરૂપે આવે છે. એટલા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) હવે પશ્ચિમી દેશોના રસ્તે ચાલી રહ્યું છે. તેમણે સોમવારથી શુક્રવાર સુધી તેમનું સત્તાવાર કામ કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત આરબ અમીરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે લાંબો વીકએન્ડ કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપે છે. સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવું એ UAEની સરકારના પ્રયાસોના ભાગરૂપે આવે છે. એટલા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
ઈસ્લામિક દેશમાં 1 જાન્યુઆરીથી થવા જઈ રહેલા આ ફેરફાર અંતર્ગત હવે તેનું કામ સોમવારથી શુક્રવાર સુધી ચાલશે. તે હવે પશ્ચિમી દેશોની સિસ્ટમ જેવી હશે. યૂએઇના સ્થાનિક મીડિયા અનુસાર આવતા વર્ષે જાન્યુઆરીથી એટલે કે 2022થી સરકારી સંસ્થાઓ માટે ‘નેશનલ વર્કિંગ વીક’ ફરજિયાત બનશે અને તેની પાછળનો હેતુ વર્ક-લાઇફ બેલેન્સ અને આર્થિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો છે. સ્થાનિક સત્તાવાર સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ‘યુએઈ એ પહેલો દેશ છે જેણે સમગ્ર વિશ્વના પાંચ દિવસના અઠવાડિયા કરતાં ટૂંકા રાષ્ટ્રીય કાર્ય સપ્તાહનો અમલ કર્યો છે. UAE હવે શનિવાર-રવિવાર વીકએન્ડ ધરાવતો એકમાત્ર ગલ્ફ દેશ બનશે. મુસ્લિમ દેશોમાં વીકએન્ડ શુક્રવારે મધ્યાહન પ્રાર્થના સમયે શરૂ થાય છે.
ગલ્ફ દેશે હાલમાં જ તેની અર્થવ્યવસ્થાને ખોલવા માટે ઘણા પગલાં લીધા છે. તેમાં રાજ્ય-નિયંત્રિત કંપનીઓમાં હિસ્સો વેચવાનો પણ સમાવેશ થાય છે. શેરબજારોએ પણ તરલતા વધારવા અને વિદેશી રોકાણકારોને આકર્ષવા પહેલ કરી છે. હવે 5 ડે વર્કિંગ સિસ્ટમ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ને પણ વૈશ્વિક બજારોમાં અલગ બનાવશે કારણ કે આ વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનો માટે વેપાર કરવાનું સરળ બનશે. દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ એડવાઈઝરી ગ્રુપના સીઈઓ નબીલ અલીયુસુફે કહ્યું કે આનાથી બાકીના વિશ્વ સાથે અમારો વેપાર વધશે.
યુએઈએ વૈશ્વિક બજાર સાથે તાલમેલ જાળવી રાખવા માટે આ પગલું ભર્યું છે. આ રીતે તેનું કામકાજનું અઠવાડિયું વિશ્વમાં સૌથી નાનું હશે. આમ UAE વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે રાષ્ટ્રીય કાર્યકારી સપ્તાહને પાંચ દિવસના કાર્ય સપ્તાહથી ટૂંકાવીને પ્રક્રિયા શરૂ કરી છે. આ પહેલા, 2006 સુધી યુએઈમાં વીકએન્ડ ગુરુવાર-શુક્રવાર હતો. પછી તે ખાનગી ક્ષેત્ર અનુસાર શુક્રવાર-શનિવાર હતો. આર્થિક રીતે જોવામાં આવે તો નવું કાર્ય સપ્તાહ UAEને વૈશ્વિક બજાર સાથે પોતાને વધુ સારી રીતે સંરેખિત કરવામાં મદદ કરશે. આનાથી જે દેશો શનિવાર-રવિવારને સપ્તાહાંત માને છે તેમની સાથે વેપાર, આર્થિક વ્યવહારો સરળ બનશે. UAEનો આ નિર્ણય વધુ એક સાહસિક પગલું છે. જેનું સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે