ઇન્ડોનેશિયામાં ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો, 12 વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ

ઇન્ડોનેશિયાનાં પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગુમ થયું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે 12 વર્ષનાં એક ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. આ પ્લેન રન વે પરથી ટેક ઓફ થયું તેની 40મી મિનિટે જ એર ટ્રાફિક કંટ્રોલ (ATS) સાથે વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. પાપુઆના મિલિટરી સ્પોકપર્સન કર્નલ દાક્સ સિયાનતુરીએ જણાવ્યું કે, વિમાનમાં સવારે 8 લોકોનાં મોત નિપજ્યા છે. જો કે એક 12 વર્ષનાં બાળકનો ચમત્કારીક બચાવ થયો છે. 

ઇન્ડોનેશિયામાં ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો, 12 વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ

જકાર્તા : ઇન્ડોનેશિયાનાં પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગુમ થયું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે 12 વર્ષનાં એક ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. આ પ્લેન રન વે પરથી ટેક ઓફ થયું તેની 40મી મિનિટે જ એર ટ્રાફિક કંટ્રોલ (ATS) સાથે વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. પાપુઆના મિલિટરી સ્પોકપર્સન કર્નલ દાક્સ સિયાનતુરીએ જણાવ્યું કે, વિમાનમાં સવારે 8 લોકોનાં મોત નિપજ્યા છે. જો કે એક 12 વર્ષનાં બાળકનો ચમત્કારીક બચાવ થયો છે. 

જો કે આ દુર્ઘટના કયા કારણોસર થઇ તે અંગે હજી સુધી પૃષ્ટી નથી થઇ. ઇન્ડોનેશિયામાં હજારો નાના દ્વિપ છે, જેના પર આવવા - જવા માટે ભારે એર ટ્રાફિક રહે છે. જો કે ઇન્ડોનેશિયાનાં વિમાનોમાં સુરક્ષાનાં પ્રબંધ સાથે હંમેશા સવાલો પેદા થઇ રહ્યા છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં અનેક વિમાનો દુર્ઘટનાનો શિકાર થઇ ચુક્યા છે. જેમાં પાપુઆ આવવા જવામાં સૌથી વધારે મુશ્કેલીઓ પડે છે. 

જુલાઇ 2017માં પપુઆમાં જ એક નાનકડું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ઓગષ્ટ 2015માં પાપુઆમાં એક બોઇંગ પ્લેન ખરાબ થઇ જવાનાં કારણે ક્રેશ થઇ ગયું હતું, જેમાં 54 લોકોનાં મોત થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news