Indonesia: હેવાન શિક્ષક..13 વિદ્યાર્થીનીઓ પર ગુજાર્યો બળાત્કાર, 8 ગર્ભવતી થઈ, મળી મોતની સજા
શિક્ષકે ઈસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલા શિક્ષકને આજીવન કેદની સજા મળી હતી. જેનો વિરોધ થયો અને મોતની સજાની માગણી કરાઈ હતી.
Trending Photos
નવી દિલ્હી: ઈન્ડોનેશિયાની એક કોર્ટે એક શિક્ષકને મોતની સજા ફરમાવી છે. આ શિક્ષકે એવું જઘન્ય કૃત્ય કર્યું હતું કે જેના વિશે જાણીને તમારું પણ લોહી ઉકળી જશે. શિક્ષકે ઈસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલા શિક્ષકને આજીવન કેદની સજા મળી હતી. જેનો વિરોધ થયો અને મોતની સજાની માગણી કરાઈ હતી.
રોયટર્સના જણાવ્યાં મુજબ આ કેસ એટલા માટે પણ ચર્ચામાં આવ્યો કારણ કે શિક્ષક હેરી વીરાવનના આ કૃત્ય બાદ ઈન્ડોનેશિયામાં ધાર્મિક બોર્ડિંગ સ્કૂલની સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતા. એ વાતની જરૂરિયાત મહેસૂસ થઈ કે બાળકોને આવી શાળામાં સુરક્ષિત કેવી રીતે રાખવા જોઈએ. આ અગાઉ શિક્ષક હેરી વીરાવનને ફેબુઆરીમાં બાંડુંગની સિટી સિવિલ કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ત્યારબાદ ફરિયાદી પક્ષે આ કેસમાં મોતની સજાની અપીલ કરી હતી.
સોમવારે બાંડુંગ હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો. કોર્ટની વેબસાઈટ પર જે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ કોર્ટે કહ્યું કે અમે આરોપીને આ કેસમાં મોતની સજા સંભળાવીએ છીએ. આ સમગ્ર મામલે હેરીના વકીલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી. તેને પૂછાયું હતું કે શું તે આ મામલે અપીલ કરશે? દેશના બાળ સંરક્ષણ મંત્રીએ પણ આ કેસમાં મોતની સજાનું સમર્થન કર્યું. જો કે દેશના માનવાધિકાર આયોગે મોતની સજાનો વિરોધ કર્યો. આયોગે કહ્યું કે આ યોગ્ય નથી.
શું છે સમગ્ર મામલો?
2016થી લઈને 2021 વચ્ચે હેરી વીરાવને 12થી 16 વર્ષની વચ્ચેની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શોષણ કર્યું હતું. જેમાંથી 8 વિદ્યાર્થીનીઓ ગર્ભવતી બની ગઈ હતી. આ વાત ન્યાયાધીશે ફેબ્રુઆરીમાં કહી હતી. ઈન્ડોનેશિયા દુનિયાના મોટા મુસ્લિમ દેશોમાંથી એક છે. અહીં હજારોની સંખ્યામાં ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલ અને અન્ય ધાર્મિક શાળાઓ છે. જ્યાં ગરીબ પરિવારથી આવતા બાળકોને શિક્ષણ અપાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે