ભારતને મોટો ફટકો મારવાની તૈયારીમાં અમેરિકા, વેપાર-ધંધામાં મોટું નુકસાન થવાની ભીતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કહ્યું છે કે તેઓ ભારતને મળેલા જીએસપી દરજ્જાનો અંત લાગવવાના પોતાના નિર્ણયથી પીછેહટ કરવાની નથી.

ભારતને મોટો ફટકો મારવાની તૈયારીમાં અમેરિકા, વેપાર-ધંધામાં મોટું નુકસાન થવાની ભીતિ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કહ્યું છે કે તેઓ ભારતને મળેલા જીએસપી દરજ્જાનો અંત લાગવવાના પોતાના નિર્ણયથી પીછેહટ કરવાની નથી. ટ્રમ્પે 4 માર્ચના રોજ આ અંગે જાહેરાત કરી હતી કે તે જીએસપી કાર્યક્રમમાંથી ભારતને બહાર કરવાના છે. ત્યારબાદ 60 દિવસની નોટિસ સમય મર્યાદા 3જી મેના રોજ સમાપ્ત થઈ ગઈ. હવે આ અંગે કોઈ પણ સમયે અધિકૃત જાહેરાત થઈ શકે છે. 

અમેરિકાના એક અધિકારીએ નામ ગોપીનીય રાખવાની શરતે કહ્યું કે, "ગત એક વર્ષથી ભારતીય સમકક્ષો સાથે ચાલતી વાતચીત બાદ છેલ્લે માર્ચમાં અમારે જાહેરાત કરવી પડી કે ભારતને હવે જીએસપી હેઠળ મળતા લાભથી વંચિત રાખવામાં આવે."

તેમણે કહ્યું કે, "આ સસ્પેન્શન હવે નક્કી જ છે. વાત એ છે કે અમે આગળ કેવી રીતે વધીએ, અમે નરેન્દ્ર મોદીની સરકાર સાથે કઈ રીતે કામ કરી શકીએ તેનો રસ્તો શોધવા માટે."

જુઓ LIVE TV

Generalized System of Preferences (GSP) અમેરિકા દ્વારા અન્ય દેશોને વેપારમાં અપાતા પ્રાધાન્યની સૌથી જૂની સિસ્ટમ છે. જે હેઠળ આ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત દેશોને હજારો સામાન કોઈ પણ ડ્યૂટી વગર અમેરિકાને નિકાસ કરવાની છૂટ મળે છે. 

ભારત 2017માં જીએસપી કાર્યક્રમનો સૌથી મોટો લાભાર્થી રહ્યો. વર્ષ 2017માં ભારતે આ દરજ્જા હેઠળ અમેરિકાને 5.7 અબજ ડોલરનો સામાન નિકાસ કર્યો હતો. 

(ઈનપુટ-ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news