50 વર્ષ પહેલા ક્રેશ થયેલા ભારતીય પ્લેનમાં મળેલો ખજાનાનો અસલી વારસ મળ્યો, જેને મળશે કિંમતી જવેરાત

ફ્રાન્સમાં મોન્ટ બ્લાન્ક (Mont Blanc) ના એક ગ્લેશિયર પર દાયકોએ પહેલા દબાયેલા કિમતી ઝવેરાતો પન્ના, માણેક અને નીલમનો એક હિસ્સો આખરે એ પર્વતારોહીને આપવામાં આવ્યો છે, જેણે એ શખ્સે આઠ વર્ષ પહેલા શોધ્યો હતો. તમને જણાવી દઈએ કે, એક પર્વતારોહીને વર્ષ 2013 માં માઉન્ટ બ્લાન્ક પર આ તમામ રત્નો મળ્યા હતા. તેને એક ધાતુના બોક્સમાં છુપાવીને રાખવામા આવ્યા હતા. જે લગભગ 50 વર્ષ પહેલા એક ભારતીય વિમાનમાં એક હતા, જે બંજર ભૂમિ પર ક્રેશ થયુ હતું. તે પર્વતારોહી અને કેટલાક સ્થાનિક અધિકારીઓને કિંમતી રત્નોનો એક હિસ્સો 150,000 યુરો મળ્યા છે.  
50 વર્ષ પહેલા ક્રેશ થયેલા ભારતીય પ્લેનમાં મળેલો ખજાનાનો અસલી વારસ મળ્યો, જેને મળશે કિંમતી જવેરાત

ઝી મીડિયા/બ્યૂરો :ફ્રાન્સમાં મોન્ટ બ્લાન્ક (Mont Blanc) ના એક ગ્લેશિયર પર દાયકોએ પહેલા દબાયેલા કિમતી ઝવેરાતો પન્ના, માણેક અને નીલમનો એક હિસ્સો આખરે એ પર્વતારોહીને આપવામાં આવ્યો છે, જેણે એ શખ્સે આઠ વર્ષ પહેલા શોધ્યો હતો. તમને જણાવી દઈએ કે, એક પર્વતારોહીને વર્ષ 2013 માં માઉન્ટ બ્લાન્ક પર આ તમામ રત્નો મળ્યા હતા. તેને એક ધાતુના બોક્સમાં છુપાવીને રાખવામા આવ્યા હતા. જે લગભગ 50 વર્ષ પહેલા એક ભારતીય વિમાનમાં એક હતા, જે બંજર ભૂમિ પર ક્રેશ થયુ હતું. તે પર્વતારોહી અને કેટલાક સ્થાનિક અધિકારીઓને કિંમતી રત્નોનો એક હિસ્સો 150,000 યુરો મળ્યા છે.  

ઈમાનદારીના વખાણ
ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, શૈમોનિક્સના એક મેયર એરિક ફોરનિયરે કહ્યું કે, બે બરાબર માપમાં આ કિંમતી પત્થરોને રજૂ કરવામા આવ્યા હતા. પ્રત્યેકનું અનુમાન 150,000 યુરો ($ 169,000) હતું. તેમણે કહ્યુ હતું કે, હુ ખુશ છું કે ઘટનાઓ સમાપ્ત થઈ ગઈ છે. વિશેષ રૂપથી તે પર્વતારોહી માટે આ બાબત ખાસ છે કે, પોલીસની કામગીરીમાં મદદ કરવા માટે અને તેની ઈમાનદારીની તેને કિંમત મળી છે અને તેની પ્રશંસા કરવામાં આવી છે. 

50 વર્ષ જૂની ઘટના
તમને જણાવી દઈએ કે, વર્ષ 1950 અને 1966 માં માઉન્ટ બ્લાન્કમાં એર ઈન્ડિયાના બે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. ગત કેટલાક વર્ષોથી પર્વતારોહકો નિયમિત રૂપે એ જગ્યાએ જઈને વિમાનનો કાટમાળ, સામાન ને માનવ અવશેષોની શોધ ચલાવી રહ્યા છે. 
  
1966 માં થયુ હતુ પ્લેન ક્રેશ
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2012 માં ભારતે મુંબઈથી ઉડાન ભરનાર બોઈંગ 707 થી એક રાજનયિક મેલના બેગને જપ્ત કર્યુ હતું. જે 24 જાન્યુઆરી, 1966 માં માઉન્ટ બ્લાન્કના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ દુર્ઘટનામાં ભારતના પરમાણુ કાર્યક્રમના પ્રણેતા હોમી જહાંગીર ભાભા (Homi Jahangir Baba) સહિત 117 લોકોના મોત નિપજ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news