બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત
Trending Photos
લંડન: બ્રિટન (Britain)ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party) ની શાનદાર જીત થઈ છે. બીજી બાજુ ભારતીય મૂળના પણ અનેક ઉમેદવારોએ જીત નોંધાવી છે. કન્ઝર્વેટિવ અને લેબર (Labour Party) બંને પાર્ટીઓમાંથી થઈને લગભગ એક ડઝન ભારતીય મૂળના સાંસદોએ પોતાની સીટ જાળવી રાખી છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓએ પણ જીત મેળવી છે. ગત વખતે સંસદ સભ્ય રહી ચૂકેલા ભારતીય મૂળના ઉમેદવારોએ આ વખતે પણ પોત પોતાની સીટ જાળવી છે. પહેલીવાર જીત મેળવનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા, અને ક્લેયર કોર્ટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દુ મિશ્રા સામેલ છે.
(બોરિસ જ્હોન્સન)
બોરિસની જીતથી બ્રેક્ઝિટની જીત
કન્ઝર્વેટિવ પાર્ટીની શાનદાર જીત બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સ (Boris Johnson)એ કહ્યું કે આ બ્રેક્ઝિટની જીત છે. કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જ્હોન્સનને પોતાની જીતથી વધુ બ્રેક્ઝિટની જીત પર વિશ્વાસ હતો. તેઓ બ્રેક્ઝિટના સૌથી મોટા પેરવીકાર છે અને દેશે તેમને ફરીથી વડાપ્રધાન બનાવીને બ્રેક્ઝિટને પૂર્ણ સમર્થન આપ્યું છે.
(પ્રીતિ પટેલ)
ગોવા મૂળના કોર્ટિન્હોએ જીત બાદ કહ્યું કે હાલનો સમય બ્રેગ્ઝિટને અંજામ સુધી પહોંચાડવાનો છે. તેમણે સરે ઈસ્ટ બેઠકથી જીત મેળવી છે. મોહિન્દ્રાએ પણ હર્ટફોર્ડશર સાઉથ વેસ્ટ સીટથી જીત મેળવી છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે પણ વિટહેમથી સરળતાથી જીત મેળવી છે. આ વખતે પણ તેઓ જ્હોન્સનની ટોપ ટીમનો ભાગ રહેશે.
(ઋષિ સુનકે)
ઈન્ફોસિસના સહ સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋષિ સુનકે પણ જીત મેળવી છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી આલોક શર્માએ પણ રીડિંગ વેસ્ટથી જીત નોંધાવી છે. નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશર સીટથી શૈલેશ વોરા જીત્યા છે. ગોવા મૂળના સુએલા બ્રેવરમેને ફેયરહમ સીટથી જીત નોંધાવી છે.
(પ્રીતકૌર ગીલ)
વિપક્ષી લેબર પાર્ટીએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેના ભારતીય મૂળના તમામ સાંસદો આ વખતે પણ જીત્યા છે. ગત વખતે જીત મેળવીને બ્રિટનના પહેલા શીખ મહિલા સંસાદ બનવાનું ગૌરવ મેળવનારા પ્રીતકૌર ગીલ આ વખતે પણ જીત્યા છે. આ ઉપરાંત બ્રિટનના પહેલા પાઘડીધારી શીખ સાંસદ તનમનજીત સિંહ ઘેસી પણ એઝબેસ્ટનથી ફરીથી ચૂંટાયા છે. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના કંવર તૂર ગિલને હરાવ્યાં.
(વીરેન્દ્ર શર્મા)
લેબર પાર્ટીથી નવેન્દ્રુ મિશ્રાએ સ્ટોકપોર્ટથી જીત મેળવી છે. તેઓ આ વખતે પહેલીવાર સંસદમાં પહોંચ્યા છે. આ ઉપરાંત વીરેન્દ્ર શર્મા, લીસા નેન્ડી, સીમા મલ્હોત્રા, કીથ વાઝની બહેન વલેરી વાઝે પણ જીત મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે