UNESCOમાં પાકિસ્તાનનું સૂરસૂરિયું થઈ ગયું, આ ભારતીય મહિલાએ બરાબર આપી ધોબીપછાડ

યુનેસ્કો (UNESCO) જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અને અયોધ્યા મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી અને તેને અરીસો પણ દેખાડ્યો. આ વખતે ભારત તરફથી યુનેસ્કોમાં પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે પાકિસ્તાનને ધોઈ નાખ્યું. અનન્યા અગ્રવાલે કહ્યું કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના ડીએનએમાં જ  આતંકવાદ છે. 

UNESCOમાં પાકિસ્તાનનું સૂરસૂરિયું થઈ ગયું, આ ભારતીય મહિલાએ બરાબર આપી ધોબીપછાડ

નવી દિલ્હી: કાશ્મીર (Kashmir)માંથી કલમ 370(Article 370) હટાવાયા બાદથી આખી દુનિયામાં હો હો મચાવી રહેલુ પાકિસ્તાન(Pakistan) કાશ્મીર મુદ્દે વિશ્વપટલ પર અલગ થલગ પડી ગયું છે પરંતુ આમ છતાં તે નાપાક હરકતો ચાલુ જ રાખે છે. જો કે ટોચના મંચ પર આ મુદ્દો ઉઠાવવા બદલ ફરીથી પાકિસ્તાને ધોબીપછાડ ખાવી પડી છે. યુનેસ્કો (UNESCO) જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અને અયોધ્યા મુદ્દો ઉઠાવવા બદલ ભારતે (India) પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી અને તેને અરીસો પણ દેખાડ્યો. આ વખતે ભારત તરફથી યુનેસ્કોમાં પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે(Ananya Agarwal) પાકિસ્તાનને ધોઈ નાખ્યું. અનન્યા અગ્રવાલે કહ્યું કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના ડીએનએમાં જ  આતંકવાદ છે. 

પાકિસ્તાનને અમારા આંતરિક મામલાઓમાં ટાંગ અડાવવાની માનસિક બીમારી છે-અનન્યા
અનન્યા અગ્રવાલે કહ્યું કે પાકિસ્તાનને અમારા આંતરિક મામલાઓમાં ટાંગ અડાવવાની માનસિક બીમારી છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી દુનિયા પરેશાન છે. 

— Ananya Agarwal (@Ananya_Ind) November 14, 2019

યુનેસ્કોની 40મી જનરલ કોન્ફરન્સમાં જમ્મુ અને કાશ્મીર તથા ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર પાકિસ્તાની ડેલિગેટના પ્રોપેગેન્ડાનો જવાબ આપતા ભારતે રાઈટ ટુ રિપ્લાયના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. 

આ મુદ્દા ઉપર પણ પાકિસ્તાનને બરાબર સંભળાવ્યું
આ ઉપરાંત તેમણે અન્ય મુદ્દાઓ ઉપર પણ પાકિસ્તાનને અરીસો દેખાડ્યો. જેમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદનું સમર્થન કરવા, પરવેઝ મુશર્રફનું હાલનું નિવેદન, પાકિસ્તાનમાં લઘુમતીઓની ખરાબ સ્થિતિ, જમ્મુ અને કાશ્મીરમાં તેના દ્વારા આતંકવાદ ફેલાવવા અને પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ વગેરે સામેલ હતાં. 

જુઓ LIVE TV

કોણ છે અનન્યા અગ્રવાલ?
અનન્યા અગ્રવાલની પસંદગી આઈઆરએસમાં વર્ષ 2011-12માં થઈ હતી. અનન્યાએ યુપીએસસી પ્રશાસનિક સેવા પરીક્ષામાં 27મો નંબર મેળવ્યો હતો. અનન્યાનું સ્કૂલિંગ સોફિયા સ્કૂલ મેરઠ, લો માર્ટિનિયર સ્કૂલ લખનઉ, અને વેલ્હમ ગર્લ્સ સ્કૂલ દહેરાદૂનમાં થયું હતું. તેમણે નેશનલ લો યુનિવર્સિટી જોધપુરથી પાંચ વર્ષની ડિગ્રી અને બીએસસી ઓનર્સ કર્યું છે. તેમના માતા સ્નેહલતા અગ્રવાલ પણ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news