પૃથ્વી શો પ્રતિબંધ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરશે વાપસી, મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન
શોની પસંદગી વિશે જાણકારી આપતા મુંબઈની ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન મુખ્ય પસંદગીકાર મિલિંદ રેગે કહ્યું, 'મેં થોડા દિવસ પહેલા પૃથ્વીને તેની સક્રિયતાને લઈને વાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યાં બાદ મુંબઈના ઓપનર પૃથ્વી શો (prithvi shaw) પર લાગેલો પ્રતિબંધ શુક્રવાર (15 નવેમ્બર)ના સમાપ્ત થઈ રહ્યો છે. તેની પસંદગી સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી (syed mushtaq ali t20 trophy) માટે અંતિમ બે લીગ મેચ અને સુપર લીગ સ્ટેજ માટે મુંબઈની 15 સભ્યોની ટીમમાં થઈ છે. 30 જુલાઈએ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યાં બાદ બીસીસીઆઈએ (Bcci) તેના પર આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
શોએ ભૂલમાં એક એવું સિરપ લીધું હતું, જેમાં 'ટર્બુટલાઇન' નામની પ્રતિબંધિત દવા હતી. શોએ તે કફ સિરપ પાછલી મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન લીધું હતું, જે આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં રમાઇ હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે, શોએ નક્કી સમયગાળાથી ઓછામાં ઓછો અડધો ભાગ પૂરો કરવો પડશે, જે 15 નવેમ્બરે સમાપ્ત થઈ જશે.
પ્રતિબંધ દરમિયાન એનસીએમાં રહ્યો શો
શોની પસંદગી વિશે જાણકારી આપતા મુંબઈની ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન મુખ્ય પસંદગીકાર મિલિંદ રેગે કહ્યું, 'મેં થોડા દિવસ પહેલા પૃથ્વીને તેની સક્રિયતાને લઈને વાત કરી હતી, તેણે મને જણાવ્યું કે, તે એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડમી)માં રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં તાલિમ લઈ રહ્યો છે. તે સ્વસ્થ છે અને વાપસી માટે તૈયારી દેખાડી રહ્યો છે. તે શનિવારે ટીમ સાથે જોડાશે. 16 તારીખ બાદ તે રમવા માટે યોગ્ય થઈ જશે.'
શોએ કહ્યું હતું હું મજબૂત વાપસી કરીશ
પાછલા વર્ષે ઓક્ટોબરમાં પર્દાપણ ટેસ્ટમાં સદી ફટકાર્યાની સાથે શો ચર્ચામાં આવી ગયો હતો. પ્રતિબંધના સમય દરમિયાન તે મુખ્ય રૂપથી બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. બીસીસીઆઈએ લગાવેલા પ્રતિબંધનો સ્વીકાર કરતા શોએ કહ્યું હતું કે, તે વધુ મજબૂતી સાથે વાપસી કરશે કારણ કે ક્રિકેટ મારૂ જીવન છે અને ભારત તથા મુંબઈ માટે રમવાથી મોટી ગર્વની વાત કોઈ નથી. રેગે કહ્યું, 'તે એક શાનદાર ખેલાડી છે, અમારે તેને પરત લાવવો પડશે. તે યુવા છે જેણે પહેલા ઘણા રન બનાવ્યા છે. પરંતુ તે ભૂતકાળની વાત છે, હવે અમે તેને તેની ક્ષમતા પ્રમાણે જોઈ રહ્યાં છીએ.'
મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમઃ સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શ્રેયસ અય્યર, પૃથ્વી શો (16 નવેમ્બર બાદ યોગ્ય), આદિત્ય તારે, જય બિસ્ટા, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, શુભમ રંજાતે, સુજીત નાયક, શમ્સ મુલાની, શ્રુમિલ મટકર, શાર્દુલ ઠાકુર, ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે અને એકનાથ કેરકર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે