અજમેર શરીફની યાત્રા કરનાર પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વીઝા આપવાનો ભારતે કર્યો ઇન્કાર: પાક મંત્રી

પાકિસ્તાનના ધાર્મિક મામલાના મંત્રી પીર નૂર-અલ-હક કાદરીએ જણાવ્યું કે 500 પાકિસ્તાની શ્રદ્ધાળુઓને ગુરૂવારે પાડોશી દેશ જવું હતું પરંતુ ભારતે તેમને વીઝા આપવાનો ઇન્કાર કર્યો છે.

અજમેર શરીફની યાત્રા કરનાર પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વીઝા આપવાનો ભારતે કર્યો ઇન્કાર: પાક મંત્રી

ઇસ્લામાબાદ: ભારતે અજમેર શરીફ જવાની ઇચ્છા રાખનાર લગભગ 500 પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વીઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. રેડિયો પાકિસ્તાનના અનુસાર, પાકિસ્તાનના ધાર્મિક મામલાના મંત્રી પીર નૂર-અલ-હક કાદરીએ જણાવ્યું કે 500 પાકિસ્તાની શ્રદ્ધાળુઓને ગુરૂવારે પાડોશી દેશ જવું હતું પરંતુ ભારતે તેમને વીઝા આપવાનો ઇન્કાર કર્યો છે.

કાદરીએ જણાવ્યું કે મંત્રાલયે ભારતીય દૂતાવાસથી વીઝા ના આપવાની સૂચના મળ્યા બાદ એસએમએસ દ્વારા બધા શ્રદ્ધાળુઓને તેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય દૂતાવાસે હાલમાં આ શ્રદ્ધાળુઓના પાસપોર્ટ પરત કર્યા નથી.

કેટલા યાત્રિઓને આપવામાં આવ્યા વીઝા
રેડિયો પાકિસ્તાનના અનુસાર, કાદરીએ કહ્યું કે પાકિસ્તાને એક વર્ષમાં 5,600 શીખ તીર્થયાત્રિઓને વીઝા આપ્યા. જ્યારે 312 હિન્દુ શ્રદ્ધાળુઓને પણ વીઝા આપ્યા હતા.

દરગાહ પ્રમુખે કર્યો હતો પુલવામા હુમલાનો વિરોધ
અજમેર શરીફ દરગાહના પ્રમુખે પુલવામાની ઘટનાનો વિરોધ કર્યો છે. જમ્મૂ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા દરગાહ દીવાન સૈય્યદ ઝૈનુલ આબેદીન અલી ખાને કહ્યું છે કે, ભારત સરકાર ઉર્સમાં દર વર્ષે આવતા પ્રવાસીઓના જૂથને તાત્કાલિક રોકે. કેમ કે, પાકિસ્તાન ઉર્સ યાત્રાના બહાને તેમના એજન્ટોને મોકલી ભારતની સામે જાણકારીઓ ભેગી કરે છે.

તેમણે આ પણ કહ્યું કે, ભારત સરકાર હવે આગામી અજમેર શરીફ ઉર્સમાં કોઇપણ પાકિસ્તાની જૂથને આવવાની પરવાનગી ના આપે. તે દરમિયાન અજમેર દરગાહના દિવાને આરોપ લગાવ્યો કે, પાકિસ્તાની સરકાર ભારત મોકલનાર જૂથમાં તેમના એજન્ટોને પણ મોકલે છે. જેનાથી કેટલીક ગુપ્ત જાણકારીઓ ભારતમાંથી હાંસલ કરે છે. જે દેશની સુરક્ષા વ્યવસ્થા માટે ખતરા રૂપ છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news