Pakistan News: સત્તા ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા, ટ્વીટ કરી કહી આ વાત

Pakistan Political Crisis: અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા અને પીએમની ખુરશી ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખાને ટ્વીટ કરી કહ્યુ કે, આઝાદીની લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે. 

Pakistan News: સત્તા ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા, ટ્વીટ કરી કહી આ વાત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંગ્રામ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાછળ વચ્ચે શનિવારે મોડી રાત્રે ઇમરાન ખાને ખુરશી ગુમાવી દીધી. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 174 મત પડ્યા હતા. તો વિરોધમાં એકપણ મત પડ્યો નહીં. આ વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ અને પીએમની ખુરશી ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખાને ટ્વીટ કરી કહ્યુ કે, આઝાદીની લડાઈ ફરીથી શરૂ થઈ રહી છે. 

ઇમરાન ખાને કહ્યુ, '1947મા પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો પરંતુ, સ્વતંત્રતા સંગ્રામ સત્તા પરિવર્તનના એક વિદેશ ષડયંત્ર વિરુદ્ધ આજે ફરી શરૂ થયો છે. આ હંમેશા દેશના લોકો હોય છે જે પોતાની સંપ્રભુતા અને લોકતંત્રની રક્ષા કરે છે.'

— Imran Khan (@ImranKhanPTI) April 10, 2022

તો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (એન) ના અધ્યક્ષ શહબાઝ શરીફે રવિવારે ખુદને પ્રધાનમંત્રી પદ માટે નોમિનેટ કર્યા, જ્યારે ખાનની પાર્ટી પીટીઆઈએ આ પદ માટે શાહ મહમૂદ કુરૈશીને ઉમેદવાર બનાવ્યા છે. 'એક્સપ્રેસ ટ્રિબ્યૂન' અખબાર પ્રમાણે નેશનલ એસેમ્બલી દ્વારા નિર્ધારિત સમય મર્યાદાની અંદર 70 વર્ષીય શાહબાઝે ગૃહના નેતા તરીકે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું. પીએમએલ-એનના વરિષ્ઠ નેતા ખ્વાજા આસિફ અને રાણા તનવીર શાહબાઝના અનુમોદક તરીકે કામ કરશે.

ઇમરાન ખાનની પાર્ટીએ 65 વર્ષીય પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને પ્રધાનમંત્રી પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પીટીઆઈ નેતા આમિર ડોગર અને અલી મુહમ્મદ ખાન પાર્ટીના ઉપાધ્યક્ષ માટે અનુમોદકના રૂપમાં કામ કરશે. નેશનલ એસેમ્બલી સચિવાલયે આ પહેલા ગૃહના નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા અને તપાસને લઈને કાર્યક્રમની જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news