ઉધારમાં મળેલા 'ખટારા' વિમાનમાં ઈમરાન USA પહોંચી તો ગયા, પરંતુ પાછા ફરતા થઈ ગઈ બેઈજ્જતી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સાઉદી અરબ દ્વારા અપાયેલા વિમાનમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ તેમણે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા સામાન્ય માણસની જેમ અમેરિકાથી પાકિસ્તાન પરત ફરવું પડ્યું.

ઉધારમાં મળેલા 'ખટારા' વિમાનમાં ઈમરાન USA પહોંચી તો ગયા, પરંતુ પાછા ફરતા થઈ ગઈ બેઈજ્જતી

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સાઉદી અરબ દ્વારા અપાયેલા વિમાનમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ તેમણે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા સામાન્ય માણસની જેમ અમેરિકાથી પાકિસ્તાન પરત ફરવું પડ્યું. આ અગાઉ શનિવારે ઈસ્લામાબાદ પાછા ફરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે સાઉદી પ્રિન્સ દ્વારા અપાયેલા વિમાનમાં ટેક્નિકલ ખામી આવી જતા ન્યૂ યોર્ક પાછા ફરવું પડ્યું હતું. 

Geo ટીવીના રિપોર્ટ મુજબ ઈમરાન ખાનનું પ્લેન જ્યારે ટોરેન્ટો પાસે હતું ત્યારે જ અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ. ઈમરાન ખાનને અમેરિકા પ્રવાસ માટે આ પ્લેન સાઉદી અરબના પ્રિન્સે આપ્યું હતું. ઈમરાન ખાન તેમના વિમાનમાં અમેરિકા આવ્યાં હતાં. ટેક્નિકલ ખરાબીના કારણે પીએમ ઈમરાન ખાને (સ્થાનિક સમય મુજબ) આખી રાત ન્યૂ યોર્કમાં પસાર કરવી પડી. 

વાત જાણે એમ હતી કે શુક્રવારે સાંજે (સ્થાનિક સમય મુજબ) ઈમરાન ખાન ન્યૂ યોર્કના કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સાઉદી અરબ સરકાર દ્વારા અપાયેલા ખાસ વિમાન દ્વારા પાકિસ્તાન રવાના થયા હતાં પરંતુ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેઓ બે કલાક બાદ ન્યૂ યોર્ક પાછા ફર્યાં. તેમને રવાના કરી ચૂકેલા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધી એરપોર્ટ પર પાછા આવ્યાં હતાં. 

જુઓ VIDEO

ટેક્નિશિયનો વિમાનમાં આવેલા ટેક્નિકલ ખામી દૂર કરવાના પ્રયત્નો કરતા રહ્યાં અને આ  દરમાયન વડાપ્રધાન ઈમરાન ખાને એરપોર્ટ પર થોડો સમય રાહ પણ જોઈ. પરંતુ ત્યારબાદ ખબર પડી કે વિમાનમાં આ ખામી શનિવાર સવાર સુધીમાં દૂર થઈ શકશે. આ બધા વચ્ચે એમ્બેસેડર લોધી ખાનને પાછા રૂસવેલ્ટ હોટલ લઈ ગયા હતાં. જ્યાં તેઓ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન રોકાયા હતાં. ટેક્નિકલ ખામીના કારણે પીએમ ઈમરાન ખાને આખી રાત ન્યૂ યોર્કમાં પસાર કરવી પડી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news