ઈમરાન ખાને કહ્યુ હું નામનો PM હતો, મને બ્લેકમેલ કરીને પાકિસ્તાનમાં સરકાર કોઈ બીજું ચલાવતું હતું
પીટીઆઈ ચીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનના એક નિવેદનથી પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે. ઈમરાન ખાને હાલમાં આપેલાં એક નિવેદનો સૌ કોઈને ચોંકાવી દીધાં છે. ગઈકાલે ઈમરાન ખાને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહીને સનસનાટી મચાવી દીધી છે કે જ્યારે તેઓ પીએમ હતા ત્યારે પણ પાકિસ્તાનની સત્તા કોઈ બીજાના હાથમાં હતી.
'હું જ્યારે પ્રધાનમંત્રી હતો ત્યારે મને બ્લેકમેલ કરાતો હતો'
ઈમરાન ખાનના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ
કોણ કરતું હતું પાકિસ્તાનના પૂર્વ PM ને બ્લેકમેલ?
પીએમ તરીકે કઠપૂતળી જેવા હતા ઈમરાન ખાન
Trending Photos
નવી દિલ્લીઃ ઈમરાન ખાન હંમેશાથી કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહ્યાં છે. ઈમરાન ખાન 1992ની પાકિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટ ટીમના કેપ્ટન હતાં. એક ક્રિકેટર તરીકે ઓન ધ ફિલ્ડ અને મહિલાઓ સાથેના તેમના સંબંધોને કારણે ઓફ ધ ફિલ્ડ તેઓ હંમેશા લાઈમ લાઈટમાં રહ્યાં છે. કદાચ પાકિસ્તાનની આઝાદીથી લઈને અત્યાર સુધી ત્યાં જો કોઈ સૌથી વધારે ફેમસ અને લોકચાહના ધરાવતી વ્યક્તિ હોય તો તે ઈમરાન ખાન છે. ક્રિકેટથી સન્યાસ બાદ રાજકારણમાં પ્રવેશ્યા અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યાં. પીએમ બન્યા બાદ પણ ઈમરાન ખાન અને વિવાદો હંમેશા તેમની સાથે જોડાયેલાં રહ્યાં. હવે એ પ્રધાનમંત્રી નથી રહ્યાં પણ તેમણે આપેલાં એક નિવેદનને કારણે હાલ પાકિસ્તાનની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે.
પીટીઆઈ ચીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનના એક નિવેદનથી પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે. ઈમરાન ખાને હાલમાં આપેલાં એક નિવેદનો સૌ કોઈને ચોંકાવી દીધાં છે. ગઈકાલે ઈમરાન ખાને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહીને સનસનાટી મચાવી દીધી છે કે જ્યારે તેઓ પીએમ હતા ત્યારે પણ પાકિસ્તાનની સત્તા કોઈ બીજાના હાથમાં હતી. પાકિસ્તાનની સત્તાની વાસ્તવિક ચાવી કોઈ બીજાના હાથમાં હતી. તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યુંકે, હું પ્રધાનમંત્રી હતો પણ મને બ્લેકમેલ કરવામાં આવતો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે, પીએમ રહીને દરેક બાબત માટે તેઓ જવાબદાર હતા, પરંતુ નિર્ણયો કોઈ બીજાના હતા. જોકે, ઈમરાન ખાને અંત સુધી તે વ્યક્તિનું નામ લીધું નહતું.
પ્રેસ મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાન ખાને જણાવ્યું હતુંકે, તેમના બંને હાથ બંધાયેલા હતા અને તેમને ચારે બાજુથી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો પણ તેમના હેઠળ નથી. સિસ્ટમ ત્યારે જ યોગ્ય રીતે ચાલી શકે છે જ્યારે જેના પર જવાબદારી નાખવામાં આવી છે તેની પાસે પણ સત્તા હોય. આ નિવેદન બાદ જ તેમના નામ પર સત્તામાં રહેલી વ્યક્તિના નામને લઈને હોબાળો મચી ગયો છે.
કોણ કરતું હતું પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીને બ્લેકમેલ?
ઈમરાનની ત્રીજી પત્ની બુશરા બીબી હતી કે ફરાહ, જે બુશરાની નજીકની ગણાતી હતી, જે એપ્રિલમાં દેશ છોડીને ભાગી ગઈ હતી? તેમની સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે જ્યારે ઇમરાન ખાન સત્તામાં હતા, ત્યારે તે દરેક કામ માટે પૈસા એકત્રિત કરતી હતી અથવા તેની પાછળ આર્મી ચીફનો હાથ હતો અથવા કોઈ વિદેશી શક્તિ ઇમરાન ખાનનું રિમોટ કંટ્રોલ ધરાવતું હતું.
ઈમરાન ખાને તો ત્યાં સુધી કહ્યું કે સત્તામાં હતા ત્યારે તેમની પાસે તમામ અધિકારો નહોતા. તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કંઈ કરી શક્યા નહીં. લાહોરમાં આપેલા તેમના નિવેદનોએ પાકિસ્તાનની રાજનીતિમાં તોફાન મચાવ્યું છે. આ એટલા માટે પણ છે કારણ કે ઈમરાન ખાને તેમને સત્તા પરથી હટાવવા પાછળ વિદેશી શક્તિનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે તેઓ દરેક મંચ પર પોતાની વાત રિપીટ કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાને ભૂતકાળમાં પણ આના સંકેતો આપ્યા હતા. જૂનમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે પીએમ રહીને તેમની પાસે સંપૂર્ણ સત્તા નહોતી. તેની મૂળ ચાવી કોઈ બીજાના કબજામાં હતી. તેમણે કહ્યું કે, બધા જાણે છે કે આ ચાવી કોની પાસે હતી. તેમના મતે જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમની પાસે બહુમતી નહોતી. આ કારણે તેમને ગઠબંધન સરકારના વડા બનવું પડ્યું. પરંતુ જ્યારે સરકાર જવા લાગી ત્યારે તેમણે પોતે જ સત્તામાંથી બહાર નીકળીને ફરીથી ચૂંટણી કરાવવાનું નક્કી કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે