ઇમરાન ખાનની ખુરશી જશે તો આ નેતા બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી, બિલાવલ ભુટ્ટોએ કરી જાહેરાત

પાકિસ્તાનમાં રાજકીય સંકટ જોવા મળી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેના પર 3 એપ્રિલે વોટિંગ થઈ શકે છે. 

ઇમરાન ખાનની ખુરશી જશે તો આ નેતા બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી, બિલાવલ ભુટ્ટોએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા છે. ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ એક છે અને તેમને સત્તાની બહાર કરવાથી નજીક છે. હવે સવાલ ઉઠે છે કે જો ઇમરાન ખાન ખુરશી ગુમાવે છે તો પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રી કોણ હશે?

એટલે કે ઇમરાન ખાનને હટાવ્યા બાદ પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રી કોણ બનશે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આગામી પીએમના નામની જાહેરાત કરી દીધી છે. 

વિપક્ષી પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બુધવારે કહ્યુ કે ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં હવે બહુમત ગુમાવી દીધો છે અને વિપક્ષના નેતા શાહબાઝ શરીફ જલદી દેશના પ્રધાનમંત્રી બનશે. 

— ANI (@ANI) March 30, 2022

આગામી દિવસોમાં વિશ્વાસ મત પર વોટિંગ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા ભુટ્ટોએ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનનો આભાર માન્યો. ઇમરાન ખાનની પીટીઆઈની સહયોગી પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાને તેનો સાથ છોડીને વિપક્ષનો સાથ આપ્યો છે, અને ઇમરાન ખાન વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. 

બિલાવલે કહ્યુ કે મતદાન ગુરૂવારે થવુ જોઈએ. બિલાવલ ભુટ્ટોએ કહ્યુ- ઇમરાન ખાને હવે બહુમત ગુમાવી દીધો છે. હવે તે પ્રધાનમંત્રી નથી. ચાલો કાલે મતદાન કરીએ અને આ મામલાનો ઉકેલ આવે. અમે ત્યારે પારદર્શી ચૂંટણી અને લોકતંત્રની વાપસીની યાત્રા અને આર્થિક સંકટને ખતમ કરવા પર કામ શરૂ કરી શકીએ છીએ. 

તેમણે કહ્યું- પીપીપી અને એમક્યૂએમ-પીના કામકાજી સંબંધને અવિશ્વાસ પ્રસ્તાવથી કોઈ લેવાદેવા નથી. બંને પક્ષોએ કરાચી અને પાકિસ્તાનના વિકાસ માટે મળીને કામ કરવું પડશે. પીપીપી અધ્યક્ષે કહ્યુ કે, શહબાઝ શરીફે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પદથી રાજીનામુ આપવાનો પડકાર આપ્યો છે. ભુટ્ટોએ કહ્યુ- તેમની પાસે (ઇમરાન ખાન) કઈ વિકલ્પ બચ્યો નથી. તે રાજીનામુ આપી શકે છે અથવા અવિશ્વાસ દ્વારા સત્તા ગુમાવી શકે છે. 

કોણ છે શાહબાઝ શરીફ?
બિલાવલ ભુટ્ટોએ કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ જલદી દેશના પ્રધાનમંત્રી બનશે. મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફ પાકિસ્તાની નેતા છે. તે વર્તમાનમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 20 ઓગસ્ટ 2018થી વિપક્ષના નેતા છે. આ સિવાય તે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના વર્તમાન અધ્યક્ષ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news