શું PM મોદીની જેમ કોઇ મોટો નિર્ણય લેશે ઇમરાન ખાન? PAK જનતાને આપ્યો આ સંદેશ
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખુબજ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. એક ડોલરની કિંમત 150 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઇ છે. મોઘવારી ટોચ પર છે. વડાપ્રધાન ઇમરાન ખાની સામે અર્થવ્યવસ્થાને પટા પર લાવવી સૌથી મોટો પડકાર છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખુબજ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. એક ડોલરની કિંમત 150 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઇ છે. મોઘવારી ટોચ પર છે. વડાપ્રધાન ઇમરાન ખાની સામે અર્થવ્યવસ્થાને પટા પર લાવવી સૌથી મોટો પડકાર છે. 30 મેની રાત્રે 10 વાગ્યે ઇમરાન ખાને તેમની પાર્ટી PTI (પાકિસ્તાન તહરીફ-એ-ઇન્સાફ)ના ઓફિશિયલ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેઓ પાકિસ્તાનના લોકોને અપીલ કરી રહ્યાં છે કે, ઇનકમ ટેક્સ ભરો અને બેનામી મિલકતનો ખુલાસો કરો. આ વીડિયોને જોયા બાદ લાગી રહ્યું છે કે, ઇમરાન ખાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ બ્લેક મની સામે નોટબંધી જેવો નિર્ણય લઇ શકે છે.
2 મિનિટ 7 સેકન્ડના આ વીડિયોમાં ઇમરાન ખાન કહી રહ્યાં છે કે, પાકિસ્તાનની આબાજી 22 કરોડ છે અને માત્ર 1 ટકા લોકો જ ટેક્સ ભરે છે. કોઇ દેશ માટે આ શક્ય નથી કે જનતા ટેક્સ ના ભરે અને સરકાર દેશને આગળ લઇ જવામાં સફળ થાય. તેમણે દેશવાસીઓથી અપીલ કરી છે કે, 30 જૂનથી પહેલા તમારી બેનામી સંપત્તિનો ખુલાસો કરો અને ટેક્સ ભરી દો. સાથે તેમણે કહ્યું કે, તપાસ એજન્સીની પાસે બેનામી સંપત્તિને લઇને સમગ્ર રિપોર્ટ છે કે, કોની પાસે કેટલું અને ક્યાં ક્યાં બ્લેક મની છુપાયેલ છે.
જોકે, તેમણે નોટબંધી જેવા નિર્ણયને લઇને કંઇ કહ્યું નથી. પરંતુ, તમને યાદ હશે પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના જ્યારે નોટબંધીનો નિર્ણય લીધો હતો, તે પહેલા તેમણે દેશના લોકોને સતત અપીલ કરી હતી કે તેઓ બ્લેક મનીનો ખુલાસો કરે અને ટેક્સ ભરી દે. તેને લઇને સ્પેશીયલ સ્કીમ પણ શરૂ કરી હતી.
ઇમરાન ખાન પર જે રીતે 30 જૂનથી પહેલા પાકિસ્તાનના લોકોથી બ્લેક મનીનો ખુલાસો કરવા માટે અપીલ કરી રહ્યાં છે. તેનાથી આ વાતની સંભાવના ઉદ્ભવી રહી છે કે, તેઓ પણ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. પાકિસ્તાનમાં 500, 1000ના નોટ ઉપરાંત 5000 રૂપિયાની નોટ પણ ચાલે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય કર્યો હતો તે સમયે દેશમાં 500 અને 1000ની નોટ રાતોરાત બંધ કરી દીધી હતી. જોકે, ત્યારપછી 2000ની નવી નોટ પણ લાવવામાં આવી હતી. આર્થિક જાણકારોનું માનવું છે કે, નોટની વૈલ્યૂ જેટલી હશે, બ્લેક મનીનો અવકાશ એટલી વધુ હોય છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે