Viral Video: પત્નીની સામે બેસીને પતિ કરતો હતો આ ગંદુ કામ, પત્નીએ ચાલાકીથી રંગે હાથ પકડ્યો, જુઓ વીડિયો

હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લાખોવાર જોવાઈ ચૂક્યો છે. સાત લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. 

Viral Video: પત્નીની સામે બેસીને પતિ કરતો હતો આ ગંદુ કામ, પત્નીએ ચાલાકીથી રંગે હાથ પકડ્યો, જુઓ વીડિયો

નવી દિલ્હી: સોશિયલ મીડિયાની દુનિયામાં પતિ અને પત્નીના અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં બંને વચ્ચેના મીઠા ઝઘડા, પ્રેમ સંલગ્ન અનેક વીડિયો હોય છે. પતિ પત્નીના આવા વીડિયો લોકોનું ભરપૂર મનોરંજન કરતા હોય છે. ઘણીવાર તો એટલા ફની હોય છે કે તમે હસી હસીને બેવડા વળી જાઓ. હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લાખોવાર જોવાઈ ચૂક્યો છે. સાત લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. 

ગણતરીની સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ આરામથી સોફા પર બેસીને મોબાઈલ મચેડતો હોય છે. પત્ની પણ બરાબર તેની સામે જ બેઠી છે. આ બધા વચ્ચે પત્નીને તેના પતિના મોબાઈલની સ્ક્રીન જોવાનું મન થયું અને  આ માટે તેણે જે રીત અપનાવી તે તમને ચોંકાવી દેશે. હકીકતમાં તેણે પોતાના પગની આંકળીઓ વચ્ચે મિરર ફસાવી દીધો અને પતિના માથા પાછળ લઈ ગઈ. હવે પતિ મોબાઈલમાં શું કરે છે તે બધુ જ તેને દેખાતુ હતું. 

વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ પત્નીની સામે બેસીને હોટ યુવતીઓના ફોટા જોતો હતો. મજેદાર વાત એ છે કે જ્યારે તેને પૂછ્યું કે તે શું જુએ છે તો તેણે તરત જ સ્ક્રીન બદલીને ડોગીનો ફોટો દેખાડ્યો પણ તેની પત્નીને તો આ વાત પહેલા જ ખબર હતી એટલે કે તે નારાજ થઈ ગઈ અને જોરથી પેર ઘૂમાવીને તેને માર્યો. હકીકતમાં પત્ની પહેલેથી જ જાણતી હતી કે પતિ શું હરકત કરી રહ્યો છે. 

આ મજેદાર વીડિયો પર ખુબ કમેન્ટ પણ થઈ રહી છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર yagmur8okan નામના યૂઝરે પણ શેર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news