જે દેશની ભાગદોડ મહિલાના હાથમાં, કોરોના સામેની જંગમાં તેનો રેકોર્ડ વધુ સારો

કોરોના વાયરસ (Coronavirus) સામેની લડતમાં તે દેશ વધારે સારૂ કરી રહ્યાં છે, જેની ભાગદોડ મહિલાઓના હાથમાં છે. એટલે કે વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ પદ પર જ્યાં મહિલાઓ વિરાજમાન છે. આ દેશોએ સમયસર જરૂરી ઉપાયો કર્યા અને મહામારીને વિકરાળ રૂપ ધારણ કરવા પર રોક લગાવી.
જે દેશની ભાગદોડ મહિલાના હાથમાં, કોરોના સામેની જંગમાં તેનો રેકોર્ડ વધુ સારો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામેની લડતમાં તે દેશ વધારે સારૂ કરી રહ્યાં છે, જેની ભાગદોડ મહિલાઓના હાથમાં છે. એટલે કે વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ પદ પર જ્યાં મહિલાઓ વિરાજમાન છે. આ દેશોએ સમયસર જરૂરી ઉપાયો કર્યા અને મહામારીને વિકરાળ રૂપ ધારણ કરવા પર રોક લગાવી.

ઉદાહરણ તરીકે જર્મનીની વાત કરીએ. કોરોના સંકટને જોઈને જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલે દેશવાસીઓથી કહ્યું હતું કે, COVID-19 દેશની 70 ટકા આબાદીને પ્રભાવિત કરી શકે છે. જો કે, વાયરસે જર્મનીમાં મોટા પ્રમાણમાં લોકોને સંક્રમિત કર્યા, પરંતુ મૃતકોની સંખ્યા અહીં પાડોશી દેશો કરતા ઘણી ઓછી છે. આ કારણે એન્જેલા મર્કેલ દ્વારા તત્કાલીક લેવામાં આવેલું પગલું છે. જર્મનીમાં વધતા કેસ મામલે વ્યાપક સ્તર પર ટેસ્ટિંગ શરૂ કર્યું, મોટી સંખ્યામાં ઈન્ટેંસિવ કેર બેડ તૈયાર કર્યા.

આ પ્રરકાર રાષ્ટ્રપિત સાઈ ઈંગ-વેનના નેતૃત્વમાં તાઈવાન કોરોના સામે જંગમાં પોતાને ઘણી સારી સ્થિતિમાં પહોંચાડવામાં સફળ રહ્યાં. મહામારીના ખતરાને જોઈ સાઈ ઈંગ-વેનના આદેશ પર તાઈવાન દ્વારા મહામારી કમાન્ડ સેન્ટર સ્થાપિત કર્યા, ફેસ માસ્ક જેવી વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણનું ઉત્પાદન ઝડપી કરાયું અને સુરક્ષા માટે ચીન, હોંગકોંગ અને મકાઉથી તમામ ફ્લાટ્સ પર પ્રતિબંધ કરવામાં આવી. વાયરસના પ્રસારને રોકવા માટે 124 ઉપાય લાગુ કર્યા. પરંતુ લોકડાઉન તેનો ભાગ ન હતો. કોરનાથી પોતાની રક્ષા કરવાની સાથે તાઈવાન હવે સંયુક્ત રાજ્ય અમેરિકા અને યૂરોપને 10 મિલિયન ફેસ માસ્ક મોકલી રહ્યું છે.

જેસિન્ડા અર્ડર્નના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડ પણ કોરોના સામેની લડતમાં બાકી દેશોથી ઘણું આગળ નકળી ગયું છે. તેનું કારણ છે પ્રારંભિક સ્તપ પર લેવામાં આવેલા યોગ્ય નિર્ણય. ન્યુઝીલેન્ડે 19 માર્ચના વિદેશીઓ માટે લોકડાઉન જાહેર કરતા પોતાની બોર્ડરોને સીલ કરવામાં આવી છે. તે સમયે ત્યાં કોરોનાના માત્ર 6 કેસ જ સામે આવ્યા હતા. ત્યારબાદ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગને અંજાન આપવામાં આવ્યો, જેના કારણે કોરોના સંક્રમિતોની જાણકારી મળી અને વાયરસને ફેલાવા પર નિયંત્રિત કરી શકાય. અત્યારસુધીમાં ત્યાં 1300થી વધારે કેસ નોંધાયા છે. પરંતુ મોતની સંખ્યા માત્ર 9 છે. જે સરકારની સારી કાર્યપ્રણાલીનો પુરાવો આપે છે.

ત્યારે, આઇસલેન્ડની વડાપ્રધાન કેટરીન જૈકોબ્સ્દોતિર દ્વારા ત્યાના નાગરિકોને કોરોનાની નિશુલ્ક તપાસ સુવિધા આપવામાં આવી હતી. આ પ્રકારે, ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિનના પ્રયાસોના કારણે દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા નિયંત્રિત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news