રશિયા-યુક્રેન યુદ્ધની ભયાનક તસવીર, 12 બાળકોની માતાએ દેશ સેવામાં ગુમાવ્યો જીવ

જંગ વચ્ચે ડોનેત્સકથી તહાબીની તસવીરો સામે આવી છે. તો મારિયુપોલમાં એક ડ્રામા થિયેટર પર હુમલો થયો છે. અહીં એક હજાર લોકોએ આસરો લીધો હતો. તો આ જંગ વચ્ચે સૌથી દર્દનાક તસવીર સામે આવી છે. 
 

રશિયા-યુક્રેન યુદ્ધની ભયાનક તસવીર, 12 બાળકોની માતાએ દેશ સેવામાં ગુમાવ્યો જીવ

કિવઃ રશિયા-યુક્રેન જંગ છેલ્લા 22 દિવસથી ચાલી રહી છે. રશિયાના સૈનિક યુક્રેનના અલગ-અલગ શહેરો પર સતત હુમલા કરી રહ્યું છે. ગુરૂવારે ખારકીવમાં બોમ્બ વિસ્ફોટથી એક માર્કેટમાં આગ લાગી ગઈ. તો યુક્રેનનો દાવો છે કે યુક્રેની સેનાએ નિકોલીવની પાસે રશિયા હેલિકોપ્ટરને ઉડાવી દીધુ છે. 

12 બાળકોના માતાના મોત
જંગ વચ્ચે ડોનેત્સકથી પણ તબાહીની તસવીરો સામે આવી છે. તો મારિયુપોલમાં એક ડ્રામા થિયેટર પર હુમલો થયો છે. અહીં એક બજારમાં લોકોએ શરણ લીધી છે. તો આ જંગની સૌથી દર્દનાક તસવીર સામે આવી છે. જંગમાં ઉતરેલી 12 બાળકોની માતા 48 વર્ષની ઓલ્ગાનું હુમલામાં મોત થઈ ગયું છે. 

48 વર્ષીય મહિલાનું મોત
ઓલ્ગા સેમિડાનોવા નામની યુક્રેની મહિલા આક્રમણકારીઓ વિરુદ્ધ પોતાના દેશની રક્ષા કરતા રશિયન સેના દ્વારા હુમલામાં મોત થયું છે. યુક્રેનના દક્ષિણમાં ડોનેત્સક શહેરમાં એક ભીષણ લડાઈ દરમિયાન 3 માર્ચે એક લડાઈ દરમિયાન 48 વર્ષીય સેમિડાનોવાનું મૃત્યુ થઈ ગયું છે. 

2014માં સેનામાં થઈ હતી સામેલ
ઓલ્ગા ડેમિડાનોવા 12 બાળકોની માતા હતી, જેમાંથી 6 બાળકોને દત્તક લીધા હતા. તે 2014થી સેનામાં સેવા કરી રહ્યાં હતા. તે ડોનેત્સક અને જાપોરિજ્જિયા ઓબ્લાસ્ટ વચ્ચે સરહદ પર મોત થયું છે. ડોનેત્સક ક્ષેત્રમાં ઓલ્ગામાં તે 2014થી કોમ્બેટ મેડિક હતી. 

પરિવારજનોને હજુ મળી નથી લાશ
તેમનો વ્યથિત પરિવાર હજુ પણ તેને અંતિમ વિદાય આપવાની રાહ જોઈ રહ્યો છે કારણ કે લડાઈને કારણે પરિવારને મૃતદેહ મળ્યો નથી. સેમિડાનોવા, મારહાનેટ શહેરમાં રહે છે, તેમની હત્યા સ્થળથી લગભગ 150 માઇલ દૂર થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news