ચીનમાં ભારતના નવા રાજદૂતની તૈનાતીથી ગદગદ કેમ છે ડ્રેગન? વ્યક્ત કરી આશા

ભારત અને ચીનના સંબંધ વર્તમાનમાં ખરાબ ચાલી રહ્યાં છે. ગલવાન વિવાદ બાદ બંને દેશોમાં જંગની સ્થિતિ પણ બની ચુકી હતી અને આ કારણે લદ્દાખ બોર્ડર પર સૈનિકોની તૈનાતીને પણ વધારવામાં આવી છે. પરંતુ તાજા ઘટનાક્રમથી ચીનને ખુબ આશા છે. 
 

ચીનમાં ભારતના નવા રાજદૂતની તૈનાતીથી ગદગદ કેમ છે ડ્રેગન? વ્યક્ત કરી આશા

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે ડોકલામ અને ગલવાન વિવાદ બાદ તણાવ યથાવત છે. બંને દેશોમાં આ સરહદ વિવાદને ઉકેલવા માટે 15 રાઉન્ડની વાર્તા થઈ ચુકી છે પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ વચ્ચે ચીનમાં ભારતના નવા રાજદૂત નિમાયેલા પ્રદીપ કુમાર રાવતનું પાડોશી દેશ સ્વાગત કરી રહ્યુ છે. સાથે રાવતની નિમણૂકના સંબંધમાં સુધાર માટે મોટુ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. 

ચીનને સારી રીતે સમજે છે રાવત
ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનને રાવતની નિમણૂકથી ખુબ આશા છે અને ડ્રેગનનું માનવુ છે કે આ પગલાથી બોર્ડર વિવાદ ઉકેલવાને ચાલી રહેલી વાતચીતમાં પોઝિટિવ સાઇન જોવા મળશે. રાવતે સોમવારે રાજદૂત તરીકે પદભાર સંભાળી લીધો છે અને તે ચીનની સત્તાવાર ભાષા મેંડરિન બોલવામાં પણ નિષ્ણાંત છે. સાથે તેમને ચીનના આંતરિક મામલાની પણ સારી સમજ છે. 

ચીનના અખબારમાં એક્સપર્ટના હવાલાથી જણાવવામાં આવ્યું કે રાવતની નિમણૂકથી ચીન-ભારત વચ્ચે તણાવને માહોલ શાંત કરાવવામાં મદદ મળવાની આશા છે. સાથે સંબંધમાં પણ સુધાર લાવી શકાય છે. પરંતુ ચીનને આશંકા છે કે ભારતની આંતરિક રાજનીતિ રાજદ્વારીઓના વર્તાવને પ્રભાવિત કરી શકે છે અને તેવામાં ભારતનું ચીનને પોતાના વિરોધી તરીકે જોવુ નુકસાનકારક છે, કારણ કે જ્યાં સુધી ભારત, ચીનને આપસી સહયોગીના રૂપમાં ન જોઈ, ત્યાં સુધી સંબંધોમાં સુધારાની શક્યતા ઓછી છે. 

ભારત-ચીન આવશે નજીક?
પ્રદીપ રાવત ચાર માર્ચે ચીન પહોંચ્યા હતા પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે આઈસોલેટ હતા. પછી તેમણે સોમવારે રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂક પહેલા રાજદૂત વિક્રમ મિસ્ત્રી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. મિસ્ત્રીને ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે. 1990 બેચના ભારતીય વિદેશ સેવા અધિકાર રાવત આ પહેલા નેધરલેન્ડમાં ભારતના રાજદૂતના રૂપમાં સેવાઓ આપી ચુક્યા છે. 

ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે શિન્હુઆ યુનિવર્સિટીમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિયાન ફેંગનું કહેવું છે કે બંને દેશોમાં સૈન્ય વાર્તા સિવાય ભારત-ચીનના નાગરિકો વચ્ચે પણ તણાવમાં કમી આવી છે. વિશેષ રૂપથી યુક્રેન-રશિયાની જંગમાં જેમ બંને દેશોએ ખુદને નિષ્પક્ષ રાખ્યા છે, તે મહત્નવો સંકેત આપે છે. 

ખુલ્લા દિલથી થઈ રહ્યું છે સ્વાગત
ફેંગે કહ્યુ કે ભારત અને ચીન બંને દેશોનું માનવુ છે કે જંગ ન થવી જોઈએ. રશિયા અને યુક્રેન બેસીને આ મુદ્દાને હલ કરી શકે છે. ચીન-ભારતના આ સ્ટેન્ડથી જાણવા મળે છે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાને લઈને બંનેના વિચાર સમાન છે. 

રાવતની નિમણૂકને ન માત્ર નિષ્ણાંતો પરંતુ ચીનના સામાન્ય લોકો પણ સકારાત્મક રીતે લઈ રહ્યા છે. સ્થાનીક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર રાવતની નિમણૂકની જાહેરાતને પોઝિટિવ લેવામાં આવી અને લોકોએ તેમના સ્વાગતમાં પોસ્ટ લખી હતી. સાથે આગળ ચાલીને બંને દેશો વચ્ચે આપસી તાલમેલ વધવાની આશા વ્યક્ત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news