હોંગકોંગમાં પ્રદર્શનકારીઓનો વિજયઃ સરકારે આખરે આધિકારિક રીતે પાછું ખેંચ્યું વિવાદિત બિલ

હોંગકોંગ પ્રેસના રિપોર્ટ અનુસાર, આ પગલું વિધાન પરિષદની મુખ્ય કાર્યકારીના સંબોધન દરમિયાન વિરોધ પ્રદર્શનના કારણે એક સપ્તાહ મોડું લેવાયું છે. આ બિલનું બુધવારે બીજી વખત વાચન કરાયું હતું. ત્યાર પછી સુરક્ષા સચીવ જોન લીએ ગૃહને આ બિલ પાછું ખેંચવા માટે આગ્રહ કર્યો હતો. 

હોંગકોંગમાં પ્રદર્શનકારીઓનો વિજયઃ સરકારે આખરે આધિકારિક રીતે પાછું ખેંચ્યું વિવાદિત બિલ

હોંગકોંગઃ હોંગકોંગમાં પ્રદર્શનકર્તાઓનો જ્વલંત વિજય થયો છે. બુધવારે હોંગકોંગની સ્થાનિક સરકારે વિવાદિત પ્રત્યાર્પણ બિલને આધિકારીક રીતે પાછું ખેંચી લીધું છે. આ બિલના કારણે છેલ્લા 20 અઠવાડિયાથી હોંગકોંગમાં લોકો સડકો પર આવીને પ્રદર્શન કરી રહ્યા હતા અને મોટી રાજકીય ઉથલ-પાછલ સર્જાયેલી હતી. 

હોંગકોંગ પ્રેસના રિપોર્ટ અનુસાર, આ પગલું વિધાન પરિષદની મુખ્ય કાર્યકારીના સંબોધન દરમિયાન વિરોધ પ્રદર્શનના કારણે એક સપ્તાહ મોડું લેવાયું છે. આ બિલનું બુધવારે બીજી વખત વાચન કરાયું હતું. ત્યાર પછી સુરક્ષા સચીવ જોન લીએ ગૃહને આ બિલ પાછું ખેંચવા માટે આગ્રહ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, હોંગકોંગમાં આ બિલ લાગુ કરાયા પછી લોકો સડકો પર ઉતરી આવ્યા હતા અને મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ દ્વારા દરરોજ વિરોધ પ્રદર્શનની નવી-નવી રીત શોધવામાં આવતી હતી અને પોલીસ પણ તેમને અટકાવી શક્તી ન હતી. 

આ વિવાદિત બિલમાં એવી જોગવાઈ હતી કે, હોંગકોંગમાં કોઈ વ્યક્તિ દ્વારા જો વિરોધ કરવામાં આવે, વિરોધ પ્રદર્શન કરવામાં આવે કે તેના દ્વારા કોઈ અપરાધ કરવામાં આવશે તો તેની સામેના કેસની સુનાવણી હોંગકોંગમાં નહીં પરંતુ ચીનમાં કરવામાં આવશે. આ કારણે લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news