દુબઇમાં લૂંટના ઇરાદે હાઇપ્રોફાઇલ ગુજરાતી દંપત્તીની હત્યા, પાકિસ્તાની હત્યારો ઝબ્બે
ગુજરાતના એક દંપત્તીની હત્યાના આરોપમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ઘટના 18 જુનની છે. પોલીસ અનુસાર આરોપી પોશ વિસ્તાર અરેબિયન રેન્ચેમાં ગુજરાતી કપલનાં ઘરે ચોરીનાં ઇરાદાથી ઘુસ્યો હતો. આ દરમિતાન તેમની ઉંઘ ઉડી ગઇ હતી. વિરોધ કરતા આરોપીએ બંન્નેની હત્યા કરી દીધી હતી. તેની પુત્રી પર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો. તે ઘાયલ છે, પરંતુ તે ખતરાની બહાર છે. આરોપી બે વર્ષ પહેલ મેન્ટેનન્સ માટે ઘરમાં આવી ચુક્યો હતો.
Trending Photos
દુબઇ : ગુજરાતના એક દંપત્તીની હત્યાના આરોપમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ઘટના 18 જુનની છે. પોલીસ અનુસાર આરોપી પોશ વિસ્તાર અરેબિયન રેન્ચેમાં ગુજરાતી કપલનાં ઘરે ચોરીનાં ઇરાદાથી ઘુસ્યો હતો. આ દરમિતાન તેમની ઉંઘ ઉડી ગઇ હતી. વિરોધ કરતા આરોપીએ બંન્નેની હત્યા કરી દીધી હતી. તેની પુત્રી પર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો. તે ઘાયલ છે, પરંતુ તે ખતરાની બહાર છે. આરોપી બે વર્ષ પહેલ મેન્ટેનન્સ માટે ઘરમાં આવી ચુક્યો હતો.
મોટી કંપનીમાં ડાયરેક્ટર હતો હિરેન
યુએઇના અખબાર ખલીલ ટાઇમ્સ અનુસાર હિરેન અને વિધિની ઉંમર 40 વર્ષની આસપાસ છે. તેમના બે બાળકો છે. 18 વર્ષની પુત્રી અને 13 વર્ષનો પુત્ર છે. હિરેન શારજાહની એક મોટી ઓઇલ કંપનીમાં ડાયરેક્ટર હતા.
શું હતી સમગ્ર ઘટના?
18 જુને રાત્રે ત્યારે થઇ જ્યારે પરિવાર સુઇ રહ્યો હતો. આરોપી દિવાલ કુદીને ઘરમાં ઘુસ્યો. હિરેનના બેડરૂમમાં પહોંચ્યો હતો. પર્સમાં રહેલા પૈસા કાઢવા લાગ્યો હતો. જ્યારે બીજી કિંમતી વસ્તુઓ પણ શોધી રહ્યો હતો. ખટખટનો અવાજ સાંભળીને હિરેન ઉંઘમાંથી ઉઠી ગયો. તેમણે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે ચાકુ વડે હુમલો કરી દીધો. બુમરાણ થતા વિધિ પણ ઉઠી તો આરોપીએ તેના પર પણ હુમલો કર્યો. બાળકીને પણ ઘાયલ કરી દીધી. ત્યાર બાદ બંન્નેના મોત થઇ ગયા હતા. બાળકીને ઘાયલ કરીને તે ભાગ્યો હતો. પુત્રીએ જ દુબઇ પોલીસને ફોન કરીને ઘટના અંગે માહિતી આપી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.
આરોપીની ધરપકડ
હિરેનની પુત્રીએ આરોપીની ઓળખ કરી હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તે પાકિસ્તાની છે. બે વર્ષ પહેલા મેઇન્ટેનન્ કરવા માટે ઘરમાં આવ્યો હતો. હાલ બેરોજગાર છે. પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે, આ પરિવાર પૈસાદાર છે. માટે ત્યાંથી ચોરી કરવાનું કાવત્રું રચ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે