Heart Attack: 6 વર્ષના બાળક માટે જીવનો દુશ્મન બની એનર્જી ડ્રિંક, હાર્ટ એટેક બાદ થયું મોત
અનિયમિત લાઇફ સ્ટાઇલ અને ખરાબ ખાણીપીણીના લીધે લોકોના શરીરમાં ઘણી બિમારીઓનું કારણ બનતું જાય છે અને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધતો જાય છે, પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે એક 6 વર્ષના બાલકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
Trending Photos
Six year old Boy has heart attack and dies: અનિયમિત લાઇફ સ્ટાઇલ અને ખરાબ ખાણીપીણીના લીધે લોકોના શરીરમાં ઘણી બિમારીઓનું કારણ બનતું જાય છે અને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધતો જાય છે, પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે એક 6 વર્ષના બાલકનું હાર્ટ એટેકથી મોત થયું છે. તમને સાંભળવામાં અટપટુ લાગશે, પરંતુ ઉત્તર-પૂર્વી મેક્સિકોમાં આમ થયું છે.
એનર્જી ડ્રિંક પીવાથી થયું મોત
ધ મિરરના રિપોર્ટ અનુસાર ઉત્તર-પૂર્વી મેક્સિકોના માટામોરોસમાં એક 6 વર્ષના બાળકનું કથિત રીતે એક ગ્લાસ મોન્સ્ટર એનર્જી ડ્રિંક (Monster Energy drink) પીવાથી મોત થયું છે. આ દુખદ ઘટના તે સમયે થઇ જ્યારે Francisco Cervantes 16 એપ્રિલના રોજ પોતાની દાદીના ઘરે જઇ રહ્યો હતો.
એનર્જી ડ્રિંક પીવાથી થવા લાગે બેચેની
રિપોર્ટ અનુસાર Francisco Cervantes એ પોતાની તરસ છુપાવવા માટે જલદીથી મોન્સ્ટર એનર્જી ડ્રિક પી લીધું. એનર્જી ડ્રિંક પીધા બાદ બાળકને બેચેનીનો અનુભવ થવા લાગ્યો અને તેના સંબંધીઓ સ્થાનિક અલ્ફ્રેડો પુમારેજો હોસ્પિટલ લઇ ગયા.
6 દિવસ કોમામાં વિતાવ્યા
હોસ્પિટલમાં ભરતી થયા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું બ્રેન ડેડ થઇ ગયું છે. ત્યારબાદ Francisco એ કોમામાં છ દિવસ વિતાવ્યા, કારણ કે તેની માતા જેસિકાએ શરૂમાં તેને આર્ટ્ફિશિયલ લાઇફ સપોર્ટ મશીનથી દૂર કરવાની પરવાનગી આપી ન હતી.
પહેલાંથી જ કોઇપણ ગંભીર બિમારીની જાણકારી નહી
રિપોર્ટ અનુસાર આ વાતની જાણકારી મળી શકી નથીક એ 6 વર્ષના Francisco Cervantes પહેલાંથી કોઇ ગંભીર બિમારીથી પીડિત હતો કે નહી. જોકે એનએચએસ સહિત વિભિન્ન હેલ્થ એક્સપર્ટે સલાહ આપી છે કે નાના બાળકોને એનર્જી ડ્રિંકનું સેવાન ન કરવું જોઇએ. જેમાં મોટી માત્રામાં કૈફીન અને ખાંડ હોય છે.
મોન્સ્ટર એનર્જી ડ્રિંકનું નિવેદન આવ્યું નથી
બાળકના મોત બાદ અત્યાર સુધી મોન્સ્ટર એનર્જી ડ્રિંક (Monster Energy drink) ની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. Francisco ની માતાએ કહ્યું કે દુર્ભાગ્યથી મારો પુત્ર આ દુનિયામાં રહ્યો નથી અને હવે વધુ ન લઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે