પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવને મળશે વકીલ? ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં 6 ઓક્ટોબરે થશે સુનાવણી

Kulbhushan Jadhav Case: પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને વકીલ આપવા પર સુનાવણી 6 ઓક્ટોબરે કરવામાં આવશે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગુરૂવારે તારીખ આપી છે. 
 

પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવને મળશે વકીલ? ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં 6 ઓક્ટોબરે થશે સુનાવણી

ઇસ્લામાબાદઃ ભારતના નિવૃત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ કેસમાં આગામી સુનાવણી 6 ઓક્ટોબરે થશે. પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગુરૂવારે કેસની તારીખ નક્કી કરી દીધી છે. આ દરમિયાન જાધવ માટે વકીલની નિમણૂક કરવાને લઈને સુનાવણી થશે. પાછલા મહિને કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે ભારતને જાધવના વકીલની નિમણૂક કરવાની વધુ એક તક આપવામાં આવે. 

પાકિસ્તાને નકારી હતી ભારતની માગ
ભારતે માગ કરી હતી કે જાધવ માટે ભારતીય વકીલ કે ક્વીન્સ કાઉન્સેલની નિમણૂક કરવામાં આવે. પરંતુ પાકિસ્તાને તે કહીને માગ નકારી દીધી હતી કે ભારત 'અવાસ્તવિક માગ' કરી રહ્યું છે. મહત્વનું છે કે ક્વીસ કાઉન્સેલ  (Queen's Counsel) એકો એવો બેરિસ્ટર કે વકીલ હોય છે, જેને લોર્ડ ચાન્સલરની ભલામણ પર બ્રિટિશ મહારાણી માટે નિમણૂક કરવામાં આવે છે. 

ભારતની માગને નકારતા પાકિસ્તાને કહ્યું કે, આ શક્ય નથી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ પ્રમાણે દેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં કોઈ એવો વકીલ જ કેસ લડી શકે છે જેની પાસે પાકિસ્તાનની બારનું લાઇસન્સ હોય. 

સંશોધનઃ કોરોના વાયરસથી પીડિત વૃદ્ધોમાં વધી રહ્યો છે કાર્ડિયાક અરેસ્ટનો ખતરો

ICJના નિર્દેશ પર પાકિસ્તાન લાવ્યું અધ્યાદેશ
આ પહેલા પાકિસ્તાનની સંસદે તે અધ્યાદેશને ચાર મહિના માટે વિસ્તાર આપ્યો જે હેઠળ જાધવને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક મળી છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ પર પાકિસ્તાન આ અધ્યાદેશ લાવ્યું હતું. જાધવ સુધી રાજદ્વારી પહોંચ આપવાની ના પાડવા પર ભારત 2017મા પાકિસ્તાન વિરુદ્ધ આઈસીજે પહોંચ્યું હતું અને એક સૈન્ય અદાલત દ્વારા તેને જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2019મા સંભળાવવામાં આવેલી મોતની સજાને પડકારી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news