Coronavirus: શરદી-તાવ હોય તો ચેતજો, ફરી શરૂ થયો છે કોરોનાનો કહેર, ચીનમાં અલર્ટ

Coronavirus:  કોરોના વાયરસ વિશે એવું કહેવામાં આવે છે કે હવે આ રાક્ષસ ફક્ત આપણી વચ્ચે જ રહેશે. આનો અર્થ એ થયો કે કોરોના સમયાંતરે માથું ઊંચકતો રહેશે. આ બધા વચ્ચે ચીને પોતાના નાગરિકોને રસી અપાવવાની સલાહ આપી છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ પહેલાથી જ કોઈ પ્રકારની બીમારીનો સામનો કરી રહ્યા છે.

Coronavirus: શરદી-તાવ હોય તો ચેતજો, ફરી શરૂ થયો છે કોરોનાનો કહેર, ચીનમાં અલર્ટ

Coronavirus in China: ફરી ફેલાયો છે કોરોનાનો ફફડાટ. ફરી ફેલાઈ શકે છે કોરોનાનો કહેર. ચીનમાં સ્થિતિ ફરી બની છે તંગ. એ જ કારણ છેકે, ચીનમાં કોરોનાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમને પણ શરદી કે તાવના લક્ષણો હોય ખાંસી આવતી હોય તો સાવ બેફિકર ના રહેતા. કોરોનાથી ચેતતા રહેજો. શું કોરોના વાયરસ ફરી એકવાર તબાહી મચાવશે? શું ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિનો સામનો કરવો પડશે? શું ચીન ફરી એકવાર વિલન તરીકે ઉભરી આવશે? બીજી એક વાત ધ્યાને લેવા જેવી છે કે જો શરદી અને તાવ હોય તો તેને માત્ર ડેન્ગ્યુ કે વાયરલ પુરતો સીમિત ન ગણવો.

વાસ્તવમાં, ચીનના નિષ્ણાતોએ વર્તમાન સિઝનમાં કોવિડ-19 સંક્રમણના કેસમાં વધારાને લઈને ચેતવણી જારી કરી છે. એટલું જ નહીં, વૃદ્ધો અને પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડિત લોકોને કોવિડની રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ચાઈનીઝ સીડીસી)ના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ઓક્ટોબરમાં દેશભરમાં કોવિડને કારણે 24 લોકોના મોત થયા હતા અને કુલ 209 નવા ગંભીર કેસ નોંધાયા હતા. ચીનમાં આ તમામ કેસ કોવિડના વિવિધ પ્રકારના XBB વેરિઅન્ટથી સંક્રમિત લોકોના છે.

ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર, ચીનના ટોચના શ્વસન રોગના નિષ્ણાત, ઝોંગ નાનશાને શિયાળાની ઋતુમાં કોવિડ-19ના કેસમાં થોડો વધારો થવાની ચેતવણી આપી છે અને વૃદ્ધો અને સંવેદનશીલ વસ્તીને શક્ય તેટલી વહેલી તકે રસી લેવા જણાવ્યું છે. શેનઝેનની ત્રીજી પીપલ્સ હોસ્પિટલના પ્રમુખ લુ હોંગઝુએ અખબારને જણાવ્યું હતું કે વાયરસ બદલાઈ રહ્યો છે જ્યારે સામાન્ય લોકોની રોગ સામે લડવાની ક્ષમતા ઘટી રહી છે કારણ કે સમય જતાં તેમના એન્ટિબોડીનું સ્તર ઘટી રહ્યું છે. લુ અનુસાર, શિયાળાની ઋતુમાં કોવિડના કેસ વધી શકે છે. પાનખર અને શિયાળાની ઋતુઓમાં ફ્લૂનું જોખમ વધુ હોય છે, તેથી લોકોએ બંને પ્રકારના ચેપના સંભવિત જોખમો વિશે સાવચેત રહેવાની જરૂર છે. લુએ જણાવ્યું હતું કે શિયાળાની ઋતુ દરમિયાન નિવારણ અને નિયંત્રણના પગલાં ચાલુ રાખવાનું મહત્વપૂર્ણ છે. પરંતુ આ અંગે ડરવાની જરૂર નથી.

કોરોના ચીનથી ફેલાયો છે-
વુહાનમાં પ્રથમ વખત દેખાયા પછી, કોરોના વાયરસ 2019 ના અંત સુધીમાં રોગચાળામાં ફેરવાઈ ગયો હતો અને તેણે સમગ્ર વિશ્વમાં ભારે તબાહી મચાવી હતી જેમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કરોડો લોકોના સ્વાસ્થ્યને વિવિધ રીતે અસર કરી હતી. જો કે, ચીન વુહાનમાં તેની બાયો લેબમાંથી લીક થયા બાદ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હોવાના આરોપોને સતત નકારી રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશો કોરોના માટે ચીનને જવાબદાર ઠેરવે છે. આ આરોપો વચ્ચે દુનિયાએ કોરોનાનો ભયાનક તબક્કો જોયો છે. વિવિધ સ્વરૂપો બદલવામાં માહિર આ વાયરસ લોકોને નિશાન બનાવે છે, જેની સાક્ષી હોસ્પિટલો પોતે આપે છે. જો કે, કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે વિવિધ રસીઓની શોધ કરવામાં આવી છે.

(એજન્સી ઇનપુટ-ભાષા)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news