Gymnastic Player ની જિંદગીએ ગેમ બદલી અને બની ગઈ જાણીતી Porn Star
34 વર્ષની વેરોનાને હોલેન્ડમાં જિમ્નાસ્ટની ભવિષ્ય માનવામાં આવતી હતી. 2002માં વેરોનાએ જિમ્નાસ્ટિકની વિવિધ ઈવેન્ટમાં આઠ મેડલ જીત્યા હતા. આ કારણે તેને 2002માં હોલેન્ડ સ્પોર્ટ્સવુમન ઓફ 2002નો એવોર્ડ પણ મળ્યો હતો.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ મજબૂરી માણસને કંઈપણ કરાવી શકે છે. આ કહાની ડચ જિમ્નાસ્ટ વેરોના વેન ડે લેઉરની છે. સ્ટુગાર્ટમાં 2002ના જિમ્નાસ્ટ વર્લ્ડકપ દરમિયાન વેરોનાએ શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના સાથી ખેલાડીઓ પણ તેના સારા ભવિષ્યની કામના કરતા હતા. પરંતુ વેરોનાને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું કે તેની પસે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો. તો ચાલો અમે તમને આ ખેલાડી વિશે કેટલીક ખાસ વાતથી માહિતીગાર કરીશું. 34 વર્ષની વેરોનાને હોલેન્ડમાં જિમ્નાસ્ટની ભવિષ્ય માનવામાં આવતી હતી. 2002માં વેરોનાએ જિમ્નાસ્ટિકની વિવિધ ઈવેન્ટમાં આઠ મેડલ જીત્યા હતા. આ કારણે તેને 2002માં હોલેન્ડ સ્પોર્ટ્સવુમન ઓફ 2002નો એવોર્ડ પણ મળ્યો હતો.
2 વર્ષ કારમાં પસાર કર્યા:
વેરોના ખરાબ પરિસ્થિતિમાં ત્યારે મૂકાઈ જ્યારે વર્ષ 2011ની શરૂઆત થઈ. તેને બ્લેકમેઈલિંગ અને એકસ્ટ્રા મેરિટલ અફેરના કારણે 72 દિવસની જેલ ભોગવવી પડી. આ બધાથી તે એટલી કંટાળી ગઈ કે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. વેરોનાએ જણાવ્યું કે ખરાબ દિવસોમાં બધા સાથ છોડીને જતા રહ્યા હતા. તે પોતાની કારમાં જ બે વર્ષ સૂતી હતી.
જીવન ચલાવવા માટે પસંદ કરી પોર્ન ઈન્ડસ્ટ્રી:
વેરોનાએ જણાવ્યું કે ઘરથી બહાર નીકળ્યા પછી તેણે વેબકેમ મોડલ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. ધીમે-ધીમે તે જાણીતી થઈ અને તેણે અનેક એડલ્ટ કંપનીઓ સાથે કરાર કર્યો. હવે મને 8 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. હું તેને એક જોબની જેમ માનું છું. હું તેનાથી ખુશ છું.
હું મારા નિયમો ફોલો કરું છું:
વેરોનાએ કહ્યું કે તે કોઈ ટિપિકલ પોર્ન અભિનેત્રી નથી. હું મારા નિયમો અને કામ નક્કી કરી રાખું છું. આ કામ હું એકલી કરું છું અથવા મારા બોયફ્રેન્ડની સાથે.
પરિવાર સાથે સમસ્યા રહી:
વેરોના કહે છે કે જ્યારે તે પોતાની કારકિર્દીની ટોપ પર હતી ત્યારે તેના પરિવાર સાથે અણબનાવ બન્યો. હું કંઈક બીજું કરવા માગતી હતી. જ્યારે માતા-પિતા તેના માટે રાજી ન હતા. તેમણે મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. ત્યાં સુધી કે ઘરના દરવાજાના તાળા પણ બદલી નાંખ્યા.
બોયફ્રેન્ડ સાથે સમય પસાર કર્યો:
વેરોનાએ જણાવ્યું કે ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે રસ્તા પર આવી ગઈ હતી. તેના બોયફ્રેન્ડની પાસે થોડાક પૈસા હતા. તેનાથી થોડાક દિવસ તો પસાર થયા. પરંતુ આર્થિક કંગાળીએ પરેશાન કરી દીધા. અનેક દિવસ એવા હતા, જ્યારે ખાવાનો એક દાણો પણ મળતો ન હતો. ત્યારે અમારી પાસે પોર્ન ઈન્ડસ્ટ્રીને પસંદ કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે