જાણીતી હેરિટેજ સાઈટ પર ગે સેક્સનો Video વાયરલ થતા જ હંગામો મચ્યો

એક વીડિયોને લઈને હંગામો મચી ગયો છે. ગે-સેક્સવાળો આ વીડિયો ગ્રીસના એક જાણીતા ઐતિહાસિક સ્થળ પર શૂટ કરાયો છે.

જાણીતી હેરિટેજ સાઈટ પર ગે સેક્સનો Video વાયરલ થતા જ હંગામો મચ્યો

એથેન્સ: યુરોપીયન દેશ ગ્રીસમાં એક વીડિયોને લઈને હંગામો મચી ગયો છે. ગે-સેક્સવાળો આ વીડિયો ગ્રીસના એક જાણીતા ઐતિહાસિક સ્થળ પર શૂટ કરાયો છે. જેને લઈને લોકો ભડકી ગયા છે. વીડિયોને યુનેસ્કોની વૈશ્વિક ધરોહરોમાં સામેલ પુરાતાત્વિક સ્થળ એથેન્સના એક્રોપોલીસ (Athens' Acropolis) માં શૂટ કરાયો છે. વીડિયો સામે આવતા જ તેના મેકર્સ પર કાર્યવાહીની માગણી ઉઠી છે. સોશિયલ મીડિયા પર લોકોનો વિરોધ જોતા સરકારે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. 

દોષિતોને જલદી શોધી સજા આપીશું
ગ્રીસના સાંસ્કૃતિક મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે અને વીડિયો બનાવનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે વીડિયોમાં બે નકાબપોશ પુરુષો સેક્સ કરતા જોવા મળે છે. પ્રવક્તાએ  દાવો કર્યો કે આ વીડિયો સાથે જોડાયેલા તમામ લોકોને જલદી શોધી લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે એક્રોપોલીસનું પુરાતાત્વિક સ્થળ એવા કોઈ પણ કામ માટે નથી જેને લઈને તેના સન્માનને ઠેસ પહોંચે.

પહેલા કોઈને આપત્તિ નહતી
36 મિનિટના આ વીડિયોને પહેલીવાર 16 ડિસેમ્બરના રોજ ગ્રીસના થેસાલોનિકી વિશ્વવિદ્યાલયમાં મર્યાદિત લોકોને દેખાડવામાં આવ્યો હતો. જો કે ત્યારે કોઈએ પણ આ વીડિયોનો વિરોધ કર્યો નહીં. હવે સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રીક એક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ સ્પાઈરોસ બિબિલાસે કહ્યું કે આ વીડિયોને જોઈને એક ગ્રીક તરીકે મને શરમ આવે છે. તમે એક્ટિવિઝમના નામ પર કઈ પણ અને બધુ ન કરી શકો. 

સરકાર ઉપર પણ સાધ્યું નિશાન
આ બાજુ ગ્રીસના સંગ્રહાલયો અને પુરાતાત્વિક સ્થળોની રખવાળી કરનારાનું પ્રતિનિધિત્વ કરતા સંઘે આ ઘટનાને ખુબ જ ખરાબ ગણાવી. નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ મામલે દોષિતોને કડક સજા મળવી જોઈએ. આ સાથે જ સંઘે એવી જગ્યાની સુરક્ષા માટે ગાર્ડ્સને ભથ્થું ન આપવાને લઈને નાણા મંત્રાલયની પણ ટીકા કરી. હવે સમગ્ર મામલે થેસાલોનિકી વિશ્વવિદ્યાલય પ્રશાસનની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news