Trending: ગૂગલ પર ભિખારી સર્ચ કરવા પર જોવા મળે છે આ મોટા નેતાની તસવીર
Trending: હાલમાં ગૂગલ પર ભિખારી સર્ચ કરવા પર એક મોટા નેતાનો ફોટો જોવા મળી રહ્યો છે. જેમાં તે નેતા હાથમાં કટોરો લઈને બેઠા છે. તમને જણાવી દઈએ કે આ ફોટો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો છે. જે એડિટ થયેલો છે. જેમાં ઈમરાન ખાનને હાથમાં કટોરો લઈને બેઠેલા બતાવવામાં આવ્યા છે.
Trending Photos
Trending: હાલમાં ગૂગલ પર ભિખારી સર્ચ કરવા પર એક મોટા નેતાનો ફોટો જોવા મળી રહ્યો છે. જેમાં તે નેતા હાથમાં કટોરો લઈને બેઠા છે. તમને જણાવી દઈએ કે આ ફોટો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો છે. જે એડિટ થયેલો છે. જેમાં ઈમરાન ખાનને હાથમાં કટોરો લઈને બેઠેલા બતાવવામાં આવ્યા છે.
તેની સાથે જ આ એડિટ ફોટોમાં ઈમરાન ખાનને રસ્તાના કિનારે બેસીને ભિખારી જેવા દર્શાવ્યા છે. હાલમાં ભારતનો પાડોશી દેશ પાકીસ્તાન આર્થિક નાણાંકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તેના કારણે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન ચર્ચામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરને લઈને પાકિસ્તાન અને તેમના દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મજાક ઉડાડવામાં આવી રહી છે. થોડાક સમય પહેલાં પાકિસ્તાનની જ એક સરકારી ટીવી ચેનલ પીટીવીએ બેગિંગ વિવાદ અંગે માફી માગી હતી. કેમ કે તેમણે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લાઈવ ભાષણ દરમિયાન ટીવીની સ્ક્રીન પર બીજિંગ શબ્દની જગ્યાએ બેગિંગ લખી દીધું હતું. આ શબ્દ લગભગ 20 સેકંડ સુધી ચાલ્યો હતો. જેના પછી તેને દૂર કરવામાં આવ્યો હતો.
હાલમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ભિખારીવાળી તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. અને લોકો તેને ટ્વિટ કરીને મજાક ઉડાવી રહ્યા છે. હવે વાત એ છે કે ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરવા પર કેમ ઈમરાન ખાનનો ફોટો દેખાય છે. ગૂગલ સર્ચ એન્જિનને કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જો કોઈ શબ્દને સર્ચ કરવામાં આવે તો તે કીવર્ડને પોતાની લોકપ્રિય કેટેગરીમાં લઈ લે છે.
#bhikhari type bhikhari and go to image. pic.twitter.com/PYXRiag6m7
— harima (@HarimaK01618863) August 16, 2019
તમને જણાવી દઈએ કે આ પહેલાં ટ્રંપનો ફોટો ઈડિયટ ટાઈપ કરવા પર ગૂગલ ઈમેજ સર્ચ કરતો જોવા મળતો હતો. જે બેબીસ્પિટલ બ્લોગની સાઈટ છે. તેના પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપને અનેકવાર ઈડિયટ કહેવામાં આવતા હતા. આ સાઈટે ડોનલ્ડ ટ્રંપના વિરોધમાં અનેક આર્ટિકલ કર્યા હતા.
આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું
અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે