યુવતી જેની સાથે 6 વર્ષ પ્રેમ સંબંધમાં રહી, 'I Love You' કહ્યું, તે યુવક ભાઈ નીકળ્યો
Boyfriend and Girlfriend DNA Matches: ડીએનએ પણ ખુબ જ કમાલની વસ્તુ છે. તે મોટા મોટા પેચીદા મામલાઓના મોટા મોટા રહસ્યોનો પર્દાફાશ કરી ચૂક્યું છે. આ ઉપરાંત હવે લોકો પોતાના માતા પિતા કે ભાઈ બહેનની જાણકારી માટે પણ મસ્તીમાં ડીએનએ ટેસ્ટ કરાવે છે. પરંતુ ઘણીવાર તે એવા પરિણામ આપે છે કે પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક અમેરિકાના એક કપલ સાથે થયું.
Trending Photos
Boyfriend and Girlfriend DNA Matches: ડીએનએ પણ ખુબ જ કમાલની વસ્તુ છે. તે મોટા મોટા પેચીદા મામલાઓના મોટા મોટા રહસ્યોનો પર્દાફાશ કરી ચૂક્યું છે. આ ઉપરાંત હવે લોકો પોતાના માતા પિતા કે ભાઈ બહેનની જાણકારી માટે પણ મસ્તીમાં ડીએનએ ટેસ્ટ કરાવે છે. પરંતુ ઘણીવાર તે એવા પરિણામ આપે છે કે પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક અમેરિકાના એક કપલ સાથે થયું. અહીં એક યુવક અને એક યુવતી 6 વર્ષથી સંબંધમાં હતા. પરંતુ અચાનક એવા સત્યનો પર્દાફાશ થયો કે જાણીને હોશ ઉડી ગયા. ડીએનએ ટેસ્ટ બાદ બંને ભાઈ બહેન નીકળ્યા. ત્યારબાદ યુવતીએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો.
આવું કઈ રીતે બન્યું
યુવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મારી ઉંમર 30 વર્ષ છે. મારો સંબંધ લાંબા સમયથી 32 વર્ષના એક યુવક સાથે હતો. પરંતુ મને હાલમાં જ ખબર પડી કે જેની સાથે રિલેશનશીપમાં હતી તે મારો બાયોલોજીકલ ભાઈ છે. હવે મને ખુબ જ અજીબ લાગી રહ્યું છે. યુવતી કહે છે કે મને બાળપણમાં દત્તક લેવામાં આવી હતી. જો કે મને તેની જાણકારી 5-6 વર્ષ બાદ મળી. યુવતીના બોયફ્રેન્ડે જણાવ્યું કે તેને પણ કોઈએ દત્તક લીધો હતો. આથી બંને નજીક આવ્યા. યુવતીનું કહેવું છે કે અમને બંનેને હાઈ સ્કૂલમાં જ પોતાના એડોપ્શન અંગે જાણકારી મળી હતી.
બોયફ્રેન્ડને ન જણાવ્યું, રિપોર્ટ ખોટો હોવાની આશા
યુવતીનું કહેવું છે કે DNA ટેસ્ટથી તેમના અને તેમના બોયફ્રેન્ડના અસલ સંબંધની જાણકારી મળી. પહેલા તો હું સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ મે આ અંગે બોયફ્રેન્ડને હજું જણાવ્યું નથી. તે આગળ પણ તેને જણાવવા ઈચ્છતી નથી. યુવતી પ્રાર્થના કરી રહી છે કે આ રિપોર્ટ ખોટો હોય. તેઓ બંને જલદી ફરીથી ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે આ અગાઉ તે આટલી જલદી કોઈની પણ નીકટ આવી નહતી. યુવતીને લાગે છે કે ભાઈ હોવાના કારણે તે યુવતી તેની સાથે ખુબ કમ્ફર્ટેબલ હતી. તેણે જણાવ્યું કે બંને સાથે વર્ષગાઠ ઉજવતા રહ્યા અને એક બીજાને ‘I love you’ પણ કહેતા રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે