ગુજરાતમાં હાલ દરેક પાર્ટીનું એક જ ટાર્ગેટ ‘મિશન OBC’, રીતસરની હોડ લાગી

Importance of OBC Community in Gujarat : હાલ દરેક પક્ષ માટે આ 52 ટકા OBC વસ્તી જ કેમ મહત્વની ગણાય છે તે જાણીએ. ઓબીસીમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ થયો છે

ગુજરાતમાં હાલ દરેક પાર્ટીનું એક જ ટાર્ગેટ ‘મિશન OBC’, રીતસરની હોડ લાગી

ગાંધીનગર :વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની સૌથી મોટી OBC વોટબેંકને અંકે કરવા રાજકીય પક્ષોમાં હોડ જામી છે. આ જ દિશામાં આગળ વધી રહેલા રાજકીય પક્ષો હંમેશાથી જાતિ આધારિત ગણિત પર ભાર મૂકતા હોય છે. ત્યારે હાલ દેરક ગુજરાતમાં દરેક પાર્ટીનું એક જ ટાર્ગેટ છે, ‘મિશન ઓબીસી.’ ભાજપ-કોંગ્રેસ-આપ પાર્ટી ઓબીસી મત અંકે કરવા માટે હાલ કવાયત કરી રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું મહત્વ હંમેશાથી ખાસ રહ્યું છે.  

ઓબીસી કેટલા? 
જો ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ-14 ટકા, પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા, આદિવાસી-11 ટકા, મુસ્લિમ-9 ટકા છે. તેથી જ સમજી લો કે આ 52 ટકા વસ્તીના મત ગુજરાતમાં ચૂંટણી લડનારા કોઈ પણ પક્ષ માટે બહુ જ મહત્વના છે. હાલની વાત કરીએ તો, ભાજપ અને કોંગ્રેસે OBC અનામતમાં વધારો કરવા OBC આયોગ સમક્ષ રજૂઆત કરી છે. OBC અનામતને લઈ ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયું છે. 

ભાજપનું ઓબીસી મિશન
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું મિશન ઓબીસી શરૂ થઈ ગયુ છે. સમર્પિત આયોગમાં રજૂઆત બાદ હવે ભાજપે ઓબીસી આગેવાનોને સૂચના આપી દીધી છે. તમામ જિલ્લા-તાલુકામાં આવેદન પત્ર આપવા સૂચના અપાઈ છે. ઓબીસી મોરચાના આગેવાનો કલેકટર-મામલતદાર કચેરીએ આવેદન અપાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત અંગે રજૂઆત કરશે. ઓબીસી અનામતની અમલવારી દરેકે જિલ્લામાં નિયમ પ્રમાણે થાય તેની રજૂઆત કરાશે. 

આ પણ વાંચો : ભાવનગરના ટાબરિયાઓએ એવુ બાઈક બનાવ્યું, જે મોબાઈલ પર રિંગ વાગતા જ સ્લો થઈ જશે!
 
ઓબીસી પર ભાજપ-કોંગ્રેસની રાજનીતિ
તો ગઈકાલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પણ ઓબીસી અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંસદે કરેલા સૂચનનોનો ભાજપ અમલ કરતું નથી. સ્થાનિક સ્વરાજ્યમાં 10 OBC કાઢવાની વાત થઈ છે. OBCને અન્યાય થઈ રહ્યો છે, OBC માટે સબ પ્લાન જરૂરી છે. તો ભાજપે આ મુદ્દે વિરોધ કરતા કહ્યું, લાંબા સમય સુધી બહૂમતિ સમાજને કોંગ્રેસે અન્યાય કર્યો છે. OBCને મળતા બંધારણીય હકો માટે ભાજપ પ્રતિબદ્ધ છે. 1995માં ભાજપ શાસનમાં આવ્યા પછી OBC ને 27 ટકા અનામત મળી છે. સમર્પિત આયોગ સમક્ષ ભાજપને યોગ્ય રજૂઆત કરી છે. વસ્તીના આધારે OBC સમાજને પુરતા ન્યાયની રજૂઆત કરી છે. 

OBC ને રીઝવવાનો પ્રયાસ કેમ
હાલ દરેક પક્ષ માટે આ 52 ટકા વસ્તી જ કેમ મહત્વની ગણાય છે તે જાણીએ. ઓબીસીમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને 10 ટકાના સ્થાને 27 ટકા અનામત આપવા ભાજપ કોંગ્રેસની આયોગ સામે માંગ કરી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીના કુલ 62 ઓબીસી ધારાસભ્યોએ જીત મેળવી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news