ગાંધી જયંતીઃ તમને જાણીને આશ્ચર્ય થશે ભારત પછી અમેરિકામાં છે બાપુની સૌથી વધુ પ્રતિમાઓ

એટલાન્ટામાં આવેલા 'ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ'ના અધ્યક્ષ રાજદાન અમેરિકામાં ગાંધીજીની અનેક પ્રતિમાઓની સ્થાપના કરવાનું કામ કરે છે. તેમનું વર્ષ 2013માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માન પણ કરાયું હતું. 
 
ગાંધી જયંતીઃ તમને જાણીને આશ્ચર્ય થશે ભારત પછી અમેરિકામાં છે બાપુની સૌથી વધુ પ્રતિમાઓ

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી ભલે અમેરિકા ગયા નહીં હોય, પરંતુ તેમના સ્મારક અને પ્રતિમાઓ અહીં મોટા પ્રમાણમાં છે. ભારતથી બહાર અમેરિકામાં જ સૌથી વધુ સંખ્યામાં ગાંધીજીનાં સ્મારક અને પ્રતિમાઓ આવેલી છે. જોકે, આ પ્રતિમાઓ અને સ્મારકો અંગે કોઈ આધિકારિક આંકડો ખબર નથી. અમેરિકામાં એક ડઝનથી વધુ સોસાયટી અને સંગઠન ગાંધીજી સાથે સંકળાયેલા છે. ગાંધીજી સાથે સંબંધિત સૌથી પહેલું સ્મારક કેન્દ્ર વોશિંગટન ડીસીના મેરિલેન્ડના બેથિસ્ડામાં ગાંધી મેમોરિયલ સેન્ટર બન્યું હતું. જે હજુ પણ કાર્યરત છે. 

ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપવામાં રાજદાનનું મોટું યોગદાન
એટલાન્ટામાં આવેલા 'ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ'ના અધ્યક્ષ રાજદાન અમેરિકામાં ગાંધીજીની અનેક પ્રતિમાઓની સ્થાપના કરવાનું કામ કરે છે. તેમનું વર્ષ 2013માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માન પણ કરાયું હતું. 

ગાંધીજીના અનુયાયીની સંખ્યા પણ વધુ
પ્રતિમાઓ ઉપરાંત અમેરિકામાં ગાંધીજીના અનુયાયીઓની સંખ્યા પણ ઘણી વધારે છે. જેમાં અશ્વેતોના અધિકારો માટે કામ કરતા માર્ટિન લ્યૂથર જુનિયર કિંગનો પણ સમાવેશ થાય છે. તેઓ ગાંધીજીની અહિંસા અને સત્યાગ્રહની તાલીમથી ઘણા જ પ્રભાવિત હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બીજા કેટલાક નેતાઓ પણ મહાત્મા ગાંધીના વિચારોના સ્વઘોષિત અનુયાયી રહ્યા છે. આ જ કારણ છે કે, ભારથી બહાર ગાંધીજીની સૌથી વધુ પ્રતિમાઓ અને સ્મારક અમેરિકામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news