હાઈટથી મોટો હતો ભાલો અને સાથે 'LOSER'નો ટેગ, 7 વર્ષમાં કઈ રીતે 'ઝીરોથી હીરો' બન્યો આ ચેમ્પિયન, જણાવી કહાની

Zee Real Heroes Awards: જ્યારે પણ ભાલા ફેંકની વાત થતી ત્યારે સૌથી પહેલું નામ નીરજ ચોપરાનું આવે છે. પરંતુ છેલ્લા 6 મહિનામાં 'ગોલ્ડન બોય' બાદ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સૈનીની પણ વાત થઈ રહી છે. દેશને ગૌરવ અપાવનાર નવદીપની સફર કેવી રહી, તેણે ઝી ન્યૂઝને વિગતવાર જણાવ્યું.
 

 હાઈટથી મોટો હતો ભાલો અને સાથે 'LOSER'નો ટેગ, 7 વર્ષમાં કઈ રીતે 'ઝીરોથી હીરો' બન્યો આ ચેમ્પિયન, જણાવી કહાની

Zee Real Heroes Awards: જ્યારે પણ ભાલા ફેંકની વાત થાય તો સૌથી પ્રથમ નામ મગજમાં નીરજ ચોપડાનું આવે છે. પરંતુ છેલ્લા છ મહિનામાં પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સૈનીની વાત થાય છે. દેશનું નામ રોશન કરનાર નવદીપની આ સફર કેવી રહી. તેણે ઝી ન્યૂઝના રિયલ હીરોઝ એવોર્ડ્સના આયોજનમાં વિસ્તારથી જણાવ્યું છે. રેસલિંગમાં સ્ટેટ લેવલ ચેમ્પિયન રહેલ નવદીપે ભાલા ફેંકની શરૂઆત કઈ રીતે કરી આવો જાણીએ.

રેસલિંગથી કરી શરૂઆત
નવદીપ સૈનીએ રેસલિંગથી શરૂઆત કરી અને તે સ્ટેટ લેવલ ચેમ્પિયન પણ રહ્યો. તેણે આ વિશે જણાવ્યું- શરૂઆતમાં હું રેસલર હતો, પરંતુ બેક ઈજાને કારણે મારે તે રમત છોડવી પછી. પછી હું યુટ્યુબ જોઈ રહ્યો હતો તો ત્યાં મેં એક આર્ટિકલ જોયો 'પાણીપતના યુવકે કર્યો કમલા, તોડ્યો વિશ્વ રેકોર્ડ' તે નીરજ ચોપડાનો વીડિયો હતો. તેણે જૂનિયરનો રેકોર્ડ કર્યો હતો 2016માં. પછી મેં વિચાર્યું કે પાણીપતમાં પણ ભાલો ફેંકી કોઈ વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યું છે તો હું પણ શરૂ કરું છું. પછી મેં પેરામાં 2017 જેવલિનમાં ભાગ લીધો હતો. તેને જોયા બાદ મારી મહેનત રંગ લાવી હતી. 

'LOSER' નો લાગ્યો હતો ટેબ
પોતાના ગુસ્સાવાળા સ્વભાવ પર નવદીપે કહ્યું- હું બે-ત્રણ વખત પેરા એશિયન ગેમ્સ, ટોક્યો પેરાલિમ્પિક્સ અને પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહ્યો હતો. તો મને લૂઝરનો ટેગ આપી દેવામાં આવ્યો હતો અને તમે ત્રણ વખત ચોથા સ્થાને આવ્યા છો. તમારી પાસે ક્ષમતા નથી. તમે ગેમ ચેમ્જ કરી શકો છો. પરંતુ મને ખ્યાલ હતો કે કમી મારી અંદર છે મારે સુધાર કરવાનો છે. બાદમાં બધા તાડીઓ પાડશે. મેં થોડી ધીરજ રાખી અને ટાર્ગેટ સેટ કર્યો. આ રીતે મેં લૂઝરનો ટેગ હટાવ્યો હતો. 

હાઈટથી મોટો હતો ભાલો
ભાલાની લંબાઈ પર નવદીપે કહ્યું- સર તમે વિચારી રહ્યાં છો કો શરીરનો ભાર લાગે છે, પરંતુ મને સમસ્યા થતી હતી કે હું નાનો હતો અને તે જમીનને અડી જતો હતો. તે હકીકતમાં મારા કરતા મોટો હતો, પછી મેં ટેક્નિક ચેન્જ કરી જોયું અને કોચ ખીજાયા. પછી મહેનત કરી અને સુધાર કર્યો. વારંવાર ટ્રેનિંગ કર્યા બાદ પરિણામ તે આવ્યું કે જેવલિન પાછળ નહીં આગળ ટચ થાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news