મુસ્લિમ બહુમતીવાળા આ દેશે ગાંધીજીના મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી
મુસ્લિમ બહુમતીવાળા પેલેસ્ટાઈન દેશે મંગળવારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના અવસરે ગાંધીનો વારસો અને મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી.
Trending Photos
રામલ્લા: મુસ્લિમ બહુમતીવાળા પેલેસ્ટાઈન દેશે મંગળવારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના અવસરે ગાંધીનો વારસો અને મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. પેલેસ્ટાઈન ઓથોરિટી (પીએ)ના દૂરસંચાર અને સૂચના ટેક્નોલોજી મંત્રી ઈસહાક સેદેરે અહીં મંત્રાલયમાં આયોજિત એક સમારંભમાં ભારતના પ્રતિનિધિ સુનિલકુમારની હાજરીમાં આ ટિકિટ બહાર પાડી હતી.
સેદેરે કહ્યું કે ગાંધીજીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. જેમના વારસા અને મૂલ્યોએ માનવતાને રસ્તો દેખાડવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે. સુનિલકુમારે આ અવસરે કહ્યું કે રાષ્ટ્રપિતાને સન્માનિત કરવાનું આ પગલું ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે મજબુત ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધ દર્શાવે છે. (ગાંધીજીના અમૂલ્ય 10 વિચાર... જાણો)
રામલ્લામાં ભારતીય મિશને ગાંધીજીની 150મી જન્મજયંતીનો ઉત્સવ ઉજવવા માટે છેલ્લા એક વર્ષમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં પેલેસ્ટાઈનના લોકોના ઘણી સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે. જેરિકોમાં જૂનમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ગવર્નર જેહાદ અબુ અસલે કહ્યું કે ગાંધીજી પેલેસ્ટાઈન સમાજ માટે પ્રેરણા અને સાચા સ્ત્રોત છે જેમનો સંદેશો દુનિયાભરના લાખો લોકોને પ્રેરિત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે