2024 નો 'બેસ્ટ એક્ટર' બન્યો કાર્તિક આર્યન, Zee Real Heroes Awards માં છવાયો 34 વર્ષીય 'ચંદૂ ચેમ્પિયન'
'ઝી રિયલ હીરોઝ એવોર્ડ્સ' કાર્યક્રમમાં કાર્તિક આર્યન છવાયો હતો. તેનું બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અજય દેવગન, અમોધ લીલા દાસ, અનુપમ ખેર અને મનોજ મુંતશિર જેવા સિતારાઓ સામેલ થયા હતા.
Trending Photos
'ઝી રિયલ હીરોઝ એવોર્ડ્સ' કાર્યક્રમમાં ફિલ્મ જગતની હસ્તિઓનું તેના યોગદાન માટે સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવાર, 14 જાન્યુઆરી 2024ના આયોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રિયલ હીરોઝને સન્માનિત કર્યાં હતા. આ દરમિયાન બોલીવુડ એક્ટર કાર્તિક આર્યનનું બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
'ઝી રિયલ હીરોઝ એવોર્ડ્સ' માં કાર્તિક આર્યન સિવાય ઘણા બોલીવુડ એક્ટર અને સિંગર જોવા મલ્યા હતા. અજય દેવગનથી લઈને અમોધ લીલા દાસ, અજય દેવગન, અનુપમ ખેર અને મનોજ મુંતશિર જેવા સિતારા સામેલ થયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બધા હીરોઝનું એવોર્ડ આપી સન્માન કર્યું હતું.
બેસ્ટ એક્ટર બન્યો કાર્તિક આર્યન
34 વર્ષીય કાર્તિક આર્યન આજની પેઢીના સફળ કલાકારોમાંથી એક છે. તેણે તાજેતરના વર્ષોમાં ઘણી હિટ ફિલ્મો તો સોશિયલ ફિલ્મો પર પણ કામ કર્યું છે. તેના યોગદાનને જોતા તેને Zee Real Heroes Awards 2024 માં બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
2024માં ધૂમ મચાવી
વર્ષ 2024માં કાર્તિક આર્યન બે ફિલ્મોમાં જોવા મળ્યો હતો. એક હતી ચંદૂ ચેમ્પિયન તો એક હતી ભૂલ ભૂલૈયા 3. બંને ફિલ્મોની ખુબ ચર્ચા થઈ હતી. ચંદૂ ચેમ્પિયનમાં તેણે સત્ય ઘટનાને મોટા પડદા પર વ્યક્ત કરી જે મુરલીકાંત પેટકરની પ્રેરિત કરનારી કહાની હતી. તો ભૂલ ભુલૈયા 3ની વાત કરીએ તો બોક્સ ઓફિસ પરઆ ફિલ્મએ ધૂમ મચાવી હતી. કાર્તિક આર્યન તેના કામથી સતત લોકોને પ્રભાવિત કરતો રહે છે.
કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મો
2025ની વાત કરીએ તો કાર્તિક આર્યન ખુબ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. તે કરણ જોહરની સાથે રોમેન્ટિક કોમેડી 'તૂ મેરી મૈં તૈરા મૈં તેરા તૂ મેરી' માં કામ કરી રહ્યો છે. આ સિવાય તેની પાસે હંસલ મેહતાની કેપ્ટન ઈન્ડિયા અને મુદસ્સર અઝીજની 'પતિ-પત્ની અને વો 2' પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે