ટાન્ઝાનિયામાં અકસ્માત બાદ ઓઈલ ટેન્કર પલટી ગયું, ભીષણ વિસ્ફોટમાં 57 લોકોના મોત

ટાન્ઝાનિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી જેમાં 57 લોકોના મોત થયાં. મળતી માહિતી મુજબ દેશના મોરોગોરોમાં એક રોડ અકસ્માત બાદ ઓઈલ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યાં.

ટાન્ઝાનિયામાં અકસ્માત બાદ ઓઈલ ટેન્કર પલટી ગયું, ભીષણ વિસ્ફોટમાં 57 લોકોના મોત

નવી દિલ્હી: ટાન્ઝાનિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી જેમાં 57 લોકોના મોત થયાં. મળતી માહિતી મુજબ દેશના મોરોગોરોમાં એક રોડ અકસ્માત બાદ ઓઈલ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યાં. અત્રે જણાવવાનું કે મોરોગોરો શહેર ટાન્ઝાનિયાની રાજધાની દાર એ સલામથી 200 કિલોમીટર દૂર છે. સ્થાનિક પોલીસના પ્રમુખ વિલ્બ્રોડ મટાફુંગવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અહીં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધી 57 લોકો માર્યા ગયાં. પોલીસ પ્રમુખે એમ પણ જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાંથી મોટાભાગના લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલા ઓઈલને લેવા આવ્યાં હતાં. 

રસ્તા પર પલટી ગયા બાદ ફાટ્યું હતું ટેન્કર
આ ઘટના અંગે પોલીસે પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યું કે ડાર એસ સલામના પશ્ચિમમાં એક રસ્તા પર ઓઈલ ટેન્કર પલટી ગયા બાદ ફાટ્યું હતું જેમાં 57 લોકોના મોત થયાં. આ ઘટના ટાન્ઝાનિયાના મોરોગોરો શહેર પાસે થઈ. પોલીસે આ અંગે એમ પણ કહ્યું કે આ વિસ્ફોટ એક સિગારેટના કારણે થયો હોઈ શકે છે કારણ કે લોકો ત્યાં ટેન્કરમાંથી લીક થયેલા ઓઈલને લેવા માટે ભેગા થયા હતાં. 

જુઓ LIVE TV

મૃતકોમાં ટેક્સી ડ્રાઈવર અને સ્થાનિક લોકો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મજબ તેમણે અનેક મોટરસાઈકલો, ટેક્સીઓ અને વૃક્ષોને આગની જ્વાળામાં લપેટાતા અને બળેલા અવશેષો જોયા છે. બીજી બાજુ સ્થાનિક પોલીસ પ્રમુખ મટાફુંગવાએ કહ્યું કે મૃતકોમાં મુખ્યત્વે ટેક્સી ડ્રાઈવરો (જેને બોડા-બોડા તરીકે આળખાય છે) અને સ્થાનિક રહીશો હતાં જે ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ઢોળાઈ રહેલા ઓઈલને લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. પોલીસે ત્યારબાદ આગ પર કાબુ મેળવી લીધાની જાહેરાત કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news