VIDEO: ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને એક વ્યક્તિએ માર્યો લાફો, બેની ધરપકડ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લાફો મારનાર બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

VIDEO: ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને એક વ્યક્તિએ માર્યો લાફો, બેની ધરપકડ

પેરિસઃ દક્ષિણી ફ્રાન્સના પ્રવાસ પર પહોંચેલા રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટોળામાં હાજર એક વ્યક્તિએ લાફો મારી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરક્ષાકર્મીથી ઘેરાયેલા મેક્રો લોકોને મળતા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન એક વ્યક્તિએ રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા બાદ તેમને લાફો મારી દીધો. ઘટના બાદ એક્શનમાં આવેલા સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો. 

ફ્રાન્સના પીએમે લોકતંત્રનું અપમાન ગણાવ્યું
ફ્રાન્સના મીડિયાએ પુષ્ટિ કરી છે કે આ અપરાધમાં સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રધાનમંત્રી જ્યાં કાસ્ટેક્સે આ ઘટનાને લોકતંત્રનું અપમાન ગણાવ્યું છે. આ ઘટના તે સમયે બની જ્યારે મેક્રો દક્ષિણ-પૂર્વી ફ્રાન્સના ડ્રોમ ક્ષેત્રના પ્રવાસ પર પહોંચ્યા હતા. તેમણે કોવિડ-19ના કહેર બાદ લોકોનું જીવન જાણવા માટે રેસ્ટોરન્ટનો પ્રવાસ કર્યો અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. 

— Belaaz (@TheBelaaz) June 8, 2021

શું છે આ વીડિયોમાં
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાષ્ટ્રપતિ મેક્રો સફેદ કલરનો શર્ટ પહેરી પોતાના શુભચિંકતોને મળવા માટે આગલ વધી રહ્યા છે. ત્યારબાદ લોખંડના બેરિકેટ્સની પેલે પાર ઉભેલો વ્યક્તિ તેમની સાથે હાથ મિલાવે છે. જ્યારે રાષ્ટ્રપતિ પોતાનું માથુ ફેરવે છે તો તે વ્યક્તિ લાફો મારે છે. ત્યારબાદ સુરક્ષાકર્મી તેને દબોચી લે છે. 

સુરક્ષાકર્મીઓએ ઝડપી લીધો
તે વ્યક્તિથપ્પડ માર્યા બાદ 'ડાઉન વિધ મૈક્રોનિયા (એ બાસ લા મૈક્રોની) બોલતો સાંભળવા મળ્યો હતો.' ત્યારબાદ મેક્રોના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઘેરી લીધો, અને બીજાએ તેને બહાર કાઢ્યો હતો. મેક્રો થોડી સેકેન્ટ માટે ભીડની પાસે રહ્યા. તે બેરિયરની બીજી તરફ કોઈ સાથે વાત કરતા જોવા મળી રહ્યાં હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news