ભારતે શ્રીલંકાને 270,000 મેટ્રિક ટનથી વધુ પેટ્રોલ-ડીઝલ-દવાઓ મોકલી, ભારતને મોટા ભાઈ ગણી PM મોદીનો આભાર માન્યો...
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાને મદદ મોકલવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે તમે અમારા અદ્ભુત પાડોશી રહ્યા છો. અમારા દેશના મોટા ભાઈની જેમ જ મદદ કરી રહ્યા છો. આપણા માટે ટકી રહેવું સહેલું નથી.
Trending Photos
નવી દિલ્હીઃ શ્રીલંકા હાલમાં જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેનો પાડોશી દેશ ભારત તેના માટે સંકટમોચન બન્યું છે. હવે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને મહાન ખેલાડી સનથ જયસૂર્યાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, જયસૂર્યા પોતાના સમયના મહાન ખેલાડીઓમાંથી એક છે.
જયસૂર્યાએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાને મદદ મોકલવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે તમે અમારા અદ્ભુત પાડોશી રહ્યા છો. અમારા દેશના મોટા ભાઈની જેમ જ મદદ કરી રહ્યા છો. આપણા માટે ટકી રહેવું સહેલું નથી. મને આશા છે કે ચીજો જલ્દી બદલાશે. ભારત અને અન્ય દેશોની મદદથી અમે આ સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા
શ્રીલંકાની સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા સનથ જયસૂર્યાએ જણાવ્યું છે કે લોકો આ રીતે જીવિત નહીં રહી શકે અને તેમને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ગેસ અને ઇંધણની અછત છે અને કેટલીકવાર 10-12 કલાક વીજ પુરવઠો પણ નથી. દેશ માટે હાલનો સમય ખુબ જ મુશ્કેલ છે. જયસૂર્યાએ વધુમાં જણાવ્યું છે કે, હું લોકોને હિંસક રીતે નહીં પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા કહેવા માંગુ છું.
यह दुर्भाग्यपूर्ण है कि लोग इस स्थिति से गुज़र रहे हैं। वे इस तरह जीवित नहीं रह सकते और विरोध करना शुरू कर दिया है। गैस की किल्लत है और घंटों बिजली की आपूर्ति नहीं है: श्रीलंका के मौजूदा हालात पर श्रीलंका के पूर्व क्रिकेटर सनथ जयसूर्या pic.twitter.com/AHeQTKTfKn
— ANI_HindiNews (@AHindinews) April 7, 2022
ભારત સરકારે કરી મદદ
ભારત સરકારે અત્યાર સુધીમાં શ્રીલંકાને 270,000 મેટ્રિક ટનથી વધુ ઇંધણ પૂરું પાડ્યું છે, જેથી શ્રીલંકામાં વીજળીની કટોકટીને હળવી કરવામાં મદદ મળી શકે, જે વીજ કાપનો સામનો કરી રહી છે. ડૉલર સામે શ્રીલંકન રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે અને વિદેશી દેવું પણ વધી રહ્યું છે. શ્રીલંકાની સરકારની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ વધુમાં કહ્યું કે, લોકોએ શ્રીલંકાની સરકારનો વિરોધ શરૂ કરી દીધો છે. જો લોકો સાથે યોગ્ય રીતે વાત કરવામાં નહીં આવે, તો તે આફતમાં આવી જશે. અત્યારે તો તેની જવાબદારી વર્તમાન સરકારની રહેશે.
लोगों ने अब श्रीलंकाई सरकार के ख़िलाफ विरोध करना शुरू कर दिया है। वे सरकार को दिखा रहे हैं कि वे पीड़ित हैं। यदि संबंधित लोग इसे ठीक से संबोधित नहीं करते हैं, तो यह एक आपदा में बदल जाएगा। फिलहाल इसकी ज़िम्मेदारी वर्तमान सरकार की होगी: श्रीलंका के पूर्व क्रिकेटर सनथ जयसूर्या pic.twitter.com/rURhPcT682
— ANI_HindiNews (@AHindinews) April 7, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે