'મારી પત્ની જીન્સ-ટોપ પહેરે છે', બાળકની કસ્ટડી મેળવવા પતિએ આપ્યો અજીબોગરીબ તર્ક, જાણો હાઈકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ સંજય એસ અગ્રવાલની ખંડપીઠે 14 વર્ષીય છોકરાની કસ્ટડીથી સંબંધિત કેસમાં નિર્ણય સંભળાવતા જણાવ્યું છે કે, સમાજના કેટલાક લોકોની 'શુતુરમુર્ગ માનસિકતા' ની સાથે મહિલાને ચારિત્ર્ય પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

'મારી પત્ની જીન્સ-ટોપ પહેરે છે', બાળકની કસ્ટડી મેળવવા પતિએ આપ્યો અજીબોગરીબ તર્ક, જાણો હાઈકોર્ટે શું કહ્યું?

બિલાસપુર: આજકાલ કોર્ટમાં એવા એવા કેસ સામે આવી રહ્યા છે કે જાણીને આશ્ચર્ય થાય. આવો જ એક કેસ છત્તીસગઢ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં બાળકની કસ્ટડીને લઈને છત્તીસગઢ હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ફેમિલી કોર્ટના તે આદેશને નકારી દીધો, જેમાં પિતાને બાળકની કસ્ટડી આપવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે, જો કોઈ મહિલા તેના પતિની ઈચ્છાને અનુરૂપ ન હોય તો તેને બાળકની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં.

કેરેક્ટર સર્ટિફિકેટની જરૂરિયાત નથી
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ ના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ સંજય એસ અગ્રવાલની ખંડપીઠે 14 વર્ષીય છોકરાની કસ્ટડીથી સંબંધિત કેસમાં નિર્ણય સંભળાવતા જણાવ્યું છે કે, સમાજના કેટલાક લોકોની 'શુતુરમુર્ગ માનસિકતા' ની સાથે મહિલાને ચારિત્ર્ય પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

2013માં થયા હતા છૂટાછેડા
તમને જણાવી દઈએ રે, બન્ને જણાંના લગ્ન 2007માં થયા હતા અને તે જ વર્ષના ડિસેમ્બર મહિનામાં પુત્રનો જન્મ થયો હતો. 2013માં બન્નેની સહમતિથી તેમના તલાક થઈ ગયા. ત્યારબાદ બાળકની કસ્ટડી મહાસમુંદ જિલ્લાની રહેવાસી તેની માતાને આપવામાં આવી. 2014માં રાયપુરની રહેવાસી મહિલાના પતિએ મહાસમુંદ ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરીને બાળકની કસ્ટડી માંગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા એક કંપનીમાં પુરુષોની સાથે કામ કરે છે. તે અન્ય પુરુષોની સાથે યાત્રા કરે છે. તેનો પહેરવેશ અને ચરિત્ર પણ સારું નથી. એવામાં બાળકના માનસ પર તેની ખોટી અસર પડશે.

ફેમિલી કોર્ટે પિતાને આપી હતી કસ્ટડી
ત્યારબાદ ફેમિલી કોર્ટે 2016માં બાળકની કસ્ટડી પિતાને સોંપી દીધી હતી. બાદમાં મહિલાએ ફેમિલી કોર્ટના આદેશને પડકારતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને નકારીને જણાવ્યું હતું કે પિતા તરફથી આપવામાં આવેલા પુરાવાથી એવું લાગી રહ્યું છે કે સાક્ષીઓએ તેમના અભિપ્રાય અને વિચાર મુજબ નિવેદન આપ્યું છે. કોઈ મહિલા આજીવિકા માટે નોકરી કરે છે તો તેણે મુસાફરી કરવી પડશે. આના પરથી સ્ત્રીના ચરિત્રનો અંદાજો કેવી રીતે લગાવી શકાય?

રેડ લાઈન નિર્ધારિત કરવાની જરૂરિયાત
કોર્ટે જણાવ્યું કે નિવેદન આપવામાં આવે છે કે મહિલા દારૂ અને ધ્રૂમપાનની આદી છે. જ્યારે મહિલાના ચરિત્ર્યની હત્યા કરવામાં આવે છે તો એક રેડ લાઈન નિર્ધારિત કરવાની જરૂરિયાત છે. સાક્ષીઓના નિવેદનથી ખબર પડે છે કે તે મહિલાઓના પોશકથી ઘણા પ્રભાવિત થાય છે, કારણ કે તે જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. આ પ્રકારની ચીજોને પ્રોત્સાહિત કરવામાં આવી તો મહિલાઓનો અધિકાર અને સ્વતંત્રતાની રક્ષા માટે એક લાંબી લડાઈ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news