સિંગાપુરના PM એ આપ્યું એવું નિવેદન...કે ભારત થઈ ગયું લાલઘૂમ, વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ

વિદેશ મંત્રાલયે સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગની ભારતીય સાંસદો વિશેની પ્રતિકૂળ ટિપ્પણી પર આકરી આપત્તિ નોંધાવી છે.

સિંગાપુરના PM એ આપ્યું એવું નિવેદન...કે ભારત થઈ ગયું લાલઘૂમ, વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગની ભારતીય સાંસદો વિશેની પ્રતિકૂળ ટિપ્પણી પર આકરી આપત્તિ નોંધાવી છે. આ સાથે જ મંત્રાલયે આ મામલાને દિલ્હીમાં સિંગાપુરના હાઈ કમિશનર સામે ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે લૂંગની ટિપ્પણી 'બિનજરૂરી' છે. 

ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું
બે દિવસ પહેલા સિંગાપુરની સંસદમાં એક ચર્ચામાં ભાગ લેતા લૂંગે કહ્યું હતું કે દુનિયાભરમાં રાજનીતિ બદલાઈ રહી છે અને રાજનીતિક વર્ગમાં લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી લૂંગે 'દેશમાં લોકતંત્રએ કેવી રીતે કામ કરવું જોઈએ' વિષય પર મંગળવારે સંસદમાં એક જોરદાર ચર્ચા દરમિયાન ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કર્યો હતો. 

પ્રધાનમંત્રી લૂંગનું નિવેદન
તેમણે કહ્યું હતું કે મોટાભાગના દેશ ઉચ્ચ આદર્શો અને મહાન મૂલ્યોના આધારે સ્થાપિત થાય છે અને પોતાની યાત્રા શરૂ કરે છે. જો કે હંમેશા સંસ્થાપક નેતાઓ અને અગ્રણી પેઢીથી અલગ દાયકાઓ અને પેઢીઓમાં ધીરે ધીરે ચીજો બદલાતી જાય છે. લૂંગે વધુમાં કહ્યું કે નહેરુનું ભારત એવું બની ગયું છે જ્યાં મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકસભામાં લગભગ અડધા સાંસદો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાના આરોપ પેન્ડિંગ છે. જો કે એ પણ કહેવાય છે કે તેમાંથી અનેક આરોપ રાજનીતિથી પ્રેરિત છે. 

કોઈ પણ કાયદાથી ઉપર ન રહે
70 વર્ષના રાજનેતાએ કહ્યું કે સિંગાપુરને વારસામાં મળેલી વ્યવસ્થા દરેકે જાળવી રાખવી જોઈએ અને તેનો વિસ્તાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે આ માટે ઈમાનદારી જાળવી રાખવી, નોર્મ્સ અને સ્ટાન્ડર્ડ્સને લાગૂ કરવા, સમાન નિયમોને બધા માટે સમાન રીતે લાગૂ કરવા અને એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. 
(ઈનપુટ- આઈએએનએસ) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news