Covid New Variant: દક્ષિણ આફ્રિકામાં મળ્યો કોરોનાનો ખતરનાક 'ધ ક્રૈકેન' વેરિએન્ટ, જાણો વિશ્વ માટે કેટલો ઘાતક

Covid 19: દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ એક્સબીબી..5 ક્રૈકેન વેરિએન્ટનો પ્રથમ કેસ મળ્યો છે. ત્યારબાદ દેશમાં સંક્રમણ ઝડપથી ફેલાવાની આશંકા બની ગઈ છે. આ વેરિએન્ટ દુનિયાના 29 દેશોમાં જોવા મળી ચુક્યો છે. 

Covid New Variant: દક્ષિણ આફ્રિકામાં મળ્યો કોરોનાનો ખતરનાક 'ધ ક્રૈકેન' વેરિએન્ટ, જાણો વિશ્વ માટે કેટલો ઘાતક

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના XBB.1.5 'ક્રૈકેન વેરિએન્ટ'નો પહેલો કેસ મળ્યો છે. કોરોનાનો ક્રૈકેન વેરિએન્ટ અતિસંક્રામક છે. સ્ટેલનબોશ યુનિવર્સિટીના રિસર્ચરોએ કહ્યું કે, પહેલા કેસની પુષ્ટિ બાદ તે બાકી શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વેન્સિંગ કરી રહ્યાં છે. યુનિવર્સિટીના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડાયરેક્ટર તુલિયો ડી ઓલિવેરાએ જણાવ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન ખુબ સંક્રામક છે, પરંતુ તેનાથી દક્ષિણ આફ્રિકામાં મામલા, હોસ્પિટલમાં દાખલ થવું કે મોતમાં કોઈ વૃદ્ધિ જોવા મળી નથી.  XBB.1.5 વેરિએન્ટના મામલા પહેલા ચીન, અમેરિકા અને જાપાનમાં મળી ચુક્યા છે. અમેરિકી સીડીસીએ જણાવ્યું કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં આ વેરિએન્ટને કારણે કોરોના કેસોની સંખ્યા અચાનક બમણી થઈ ગઈ હતી. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વધુ સંક્રામક ગણાવ્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર XBB.1.5 કોરોના વાયરસનો સૌથી વધુ સંક્રમણીય સબ-વેરિએન્ટ છે. આ ઓિક્રોન સ્ટ્રેનનો એક સબ વેરિએન્ટ છે અને તેને અનૌપચારિક રૂપથી ક્રૈકેન ઉપનામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી તેના કારણે થનાર લક્ષણો અને અન્ય કોરોના વાયરસ વેરિએન્ટને કારણે થનાર લક્ષણો વચ્ચે ગંભીરતામાં મહત્વપૂર્ણ અંતરના કોઈ રિપોર્ટ મળ્યા નથી. પરંતુ તે જણાવવામાં આવ્યું છે કે XBB.1.5 ઇમ્યુનિટીથી બચવાનો સંકેત પ્રદર્શિત કરી ચુક્યો છે. તેનો અર્થ એ છે કે તે કોવિડ વેક્સીનથી વિકસિત પ્રતિરક્ષા કે પહેલાના કોવિડ વેરિએન્ટની એન્ટીબોડીથી બચાવી શકે છે. 

દુનિયાના 29 દેશોમાં સક્રિય છે આ વેરિએન્ટ
વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે અમેરિકા સહિત ઓછામાં ઓછા 29 દેશોમાં ક્રૈકેન જોવા મળ્યો છે. આ દેશોમાં તે વેરિએન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવવાનું કારણ બની ગયો છે. અમેરિકામાં કુલ કેસના 41 ટકા મામલા આ વેરિએન્ટને કારણે સામે આવી રહ્યાં છે. XBB.1.5 ચીન પહોંચી ગયું છે કે નહીં તે હજુ અજ્ઞાત છે. પરંતુ, ચીનના આરોગ્ય વિભાગે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ પ્રકારથી તેમના દેશમાં કોરોનાની નવી લહેર આવવાની કોઈ શક્યતા નથી.

XBB.1.5 ઓમિક્રોન વેરિએન્ટ શું છે?
આ કોરોના વાયરસ એટલે કે SARS-CoV-2 વેરિએન્ટ XBB નો એક વંશજ છે. તે BA.2.10.1 અને BA.2.75 ઓમિક્રોન વેરિએન્ટને મળતુ રૂપ છે. XBB ના કેસ એશિયાના કેટલાક ભાગમાં, વિશેષ કરીને સિંગાપુરમાં ઓક્ટોબર 2022ની શરૂઆતમાં ઝડપથી વધ્યા હતા. XBB.1.5 ની ઉત્પતિ અમેરિકામાં ન્યૂયોર્ક અને કનેક્ટિકટની આસપાસ જણાવવામાં આવી રહી છે. સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુમાનો અનુસાર અમેરિકામાં દરેક કોરોના કેસમાં અંદાજિત 40 ટકા માટે આ વેરિએન્ટ જવાબદાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news