ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે વિસ્ફોટ : 100થી વધુ લોકોના મોત, ઘણા ઘાયલ
Qasem Soleimani Grave: આ ધમાકા બાદ ઈરાની સરકારે એલર્ટના આદેશ આપ્યા છે. ઈરાની ડેપ્યુટી ગવર્નરે આ ધમાકાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા છે.
Trending Photos
બગદાદઃ ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા છે. આ વિસ્ફોટો એટલા જોરદાર હતા કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાના વીડિયોમાં મૃતદેહોના ઢગલા દેખાઈ રહ્યા છે. કાસિમ સુલેમાની 2020માં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.
ઈરાનનું નિવેદન
આ હુમલા વિશે જાણકારી આપતા ઈરાનના સરકારી પ્રસારક ઇરિબે પહેલા કહ્યું કે કરમાન શહેરમાં સાહેબ અલ-જમાન મસ્જિદની પાસે એક સમારોહ દરમિયાન થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયાં પરંતુ થોડા સમયમાં આ આંકડો 100ને પાર પહોંચી ગયો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. કરમાન પ્રાંતના ઈમરજન્સી સેવા પ્રમુખે કહ્યું કે વિસ્ફોટ બોમ્બ ધમાકાને કારણે થયો છે.
ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાની ચોથી વરસી પર તેની કબર પાસે થયેલા બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો માર્યા ગયા છે. આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કાસિમ સુલેમાની ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના સર્વોચ્ચ કમાન્ડર હતા. ઇરાકની રાજધાની બગદાદમાં 3 જાન્યુઆરી 2020ના રોજ યુએસના ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું. ઈરાનના સરકારી પ્રસારણકર્તા ઈરીબે જણાવ્યું હતું કે દક્ષિણી શહેર કેરમાનમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે એક જુલુસમાં થયેલા વિસ્ફોટોમાં 60 લોકો ઘાયલ થયા છે.
🇮🇷 🔴‼️ EXCLUSIVE: The first few moments of the first explosion in Kerman, Iran. pic.twitter.com/jbKLdwErxx
— Lounge Digest (@loungedigest) January 3, 2024
કર્મનના ડેપ્યુટી ગવર્નરને ટાંકીને કહ્યું કે આ એક આતંકવાદી હુમલો હતો. ઓનલાઈન ફરતા થયેલા એક વીડિયોમાં રસ્તા પર અનેક મૃતદેહો જોવા મળ્યા હતા. 2020 માં પડોશી દેશ ઇરાકમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા જનરલ સુલેમાનીની યાદમાં બુધવારે સેંકડો લોકો કબર તરફ જઈ રહ્યા હતા. સુલેમાનીને ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે જોવામાં આવતા હતા.
કુડ્સ ફોર્સના ગુપ્ત મિશન અને હમાસ અને હિઝબુલ્લા સહિત સહયોગી સરકારો અને સશસ્ત્ર જૂથોને માર્ગદર્શન, ભંડોળ, શસ્ત્રો, ગુપ્તચર અને લોજિસ્ટિક્સ સપોર્ટની જોગવાઈનો હવાલો સંભાળતો હતો. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો. તેમણે સુલેમાનીને દુનિયાનો નંબર વન આતંકવાદી ગણાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે