ઊંઘમાં બબડવાની આદત હોય તો સાવધાન...પત્ની કઈંક એવું બોલી ગઈ, જેલભેગા થવું પડ્યું
અનેક લોકોને રાતે ભર ઊંઘમાં બબડવાની આદત હોય છે, નસકોરા બોલાવવાની આદત હોય છે. અહીં અમે તમને ઈંગ્લેન્ડમાં ઊંઘમાં બબડવાના કારણે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિનો એક મામલો જણાવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: અનેક લોકોને રાતે ભર ઊંઘમાં બબડવાની આદત હોય છે, નસકોરા બોલાવવાની આદત હોય છે. અહીં અમે તમને ઈંગ્લેન્ડમાં ઊંઘમાં બબડવાના કારણે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિનો એક મામલો જણાવી રહ્યા છે જ્યાં પતિએ તેની પત્નીની કઈંક એવું બોલતા સાંભળ્યું કે તેણે તરત જ પોલીસમાં ફોન કરી દીધો. જાણો આ કિસ્સો....
ઈંગ્લેન્ડના લિવરપુલનો છે આ મામલો
અંગ્રેજી અખબાર મિરરમાં છપાયેલા ખબર મુજબ આ મામલો ઈંગ્લેન્ડના લિવરપુલનો છે. જ્યાં 61 વર્ષના એન્ટોનીએ તેની પત્ની રૂથ ફોર્ટ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. વાત જાણે એમ છે કે એક રાતે તેઓ બંને સૂઈ રહ્યા હતા અને અચાનક એન્ટોનીની આંખ ખુલી ગઈ. તેણે તેની પત્ની ઊંઘમાં કઈક બબડી રહી હતી તે સાંભળી લીધુ. જેના લીધે તેને ખબર પડી કે તેની પત્ની તો ચોર છે.
મહિલાએ કરી હતી ચોરી
મળતી માહિતી મુજબ બંનેના લગ્ન વર્ષ 2010માં થયા હતા. પત્ની રૂથ ક્રિસ્ટલ હોલ કેર હોમમાં નોકરી કરે છે. એક રાતે પતિને ખબર પડી કે તેની પત્ની ચોર છે, જેણે કેર હોમમાં જે દિવ્યાંગ મહિલાની જવાબદારી લીધી હતી તેને બજાર ફેરવવા દરમિયાન તેનુ ATM કાર્ડ તેણે ચોરી લીધુ હતું.
પત્નીએ ગુનો કબૂલ્યો
ત્યારબાદ એન્ટોનીએ રૂથને ઊંઘમાંથી ઉઠાડી અને આ અંગે સત્ય શું છે તે પૂછ્યું. રૂથે એન્ટોનીને બધી વાત જણાવી દીધી. ત્યારબાદ તેણે પોલીસને ફોન કરીને પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી નાખી.
કોર્ટે ફટકારી આ સજા
થોડા દિવસ પહેલા જ તેઓ બંને મેક્સિકો ફરવા ગયા હતા. ત્યાં રૂથે ખુબ ખર્ચો કર્યો. એન્ટોનીને પત્ની પર શક પણ ગયો પરંતુ ત્યારે તેણે વાત રફેદફે કરી નાખી. પરંતુ જ્યારે રૂથે ઊંઘમાં પોતાનો ગુનો કબૂલ્યો તો એન્ટોનીનો શક દૂર થયો. તેને આ વાત જાણીને ખુબ તકલીફ પણ થઈ. કોર્ટે રૂથને 16 મહિનાની સજા કરી. બીજી બાજુ જજે પતિ એન્ટોનીની 'હિંમત' અને 'આકરા પગલા'ને પણ બિરદાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે