Twitter New CEO: એક શ્વાન બન્યો ટ્વીટરનો સીઈઓ? એલોન મસ્કની એક ટ્વીટે ખળભળાટ મચાવ્યો

Twitter New CEO: Elon Musk ગત વર્ષે ટ્વિટર ખરીદ્યા બાદ સતત ફેરફાર કરી રહ્યા છે. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે તેમને નવા ટ્વિટર સીઈઓની તલાશ છે. એટલે કે તેઓ પોતાનું સીઈઓનું પદ છોડવા માંગે છે. હવે તેમણે નવા ટ્વિટર સીઈઓની જાહેરાત પણ કરી દીધી છે. 

જો કે નવા ટ્વિટર સીઈઓ કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક શ્વાન છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને પણ જણાવ્યું છે. આ જે શ્વાન છે તે મસ્કનો પાલતુ શ્વાન Floki (Shiba Inu) છે. મસ્ક ટ્વીટ કરીને એમ પણ જણાવ્યું કે આ બીજા લોકો કરતા સારો છે. અત્રે જણાવવાનું કે મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વિટરની ડીલ પૂરી કર્યા બાદ પરાગ અગ્રવાલને કંપનીની બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ફક્ત ટ્વિટરના પૂર્વ સીઈઓ જ નહીં પરંતુ ટ્વિટરના લીગલ હેડ Vijaya Gadde અને CFO Nel Segal ને પણ કંપનીએ બહારનો રસ્તો દેખાડી દીધો હતો. 

— Elon Musk (@elonmusk) February 15, 2023

મસ્કે આ અંગે ઉપરાઉપરી ટ્વીટ કરી છે. મસ્કની આ ટ્વીટ પર લોકો જાત જાતના અભિપ્રાય પણ આપી રહ્યા છે. અત્રે જણાવવાનું કે આ ટ્વીટને મજાકિયા અંદાજમાં કરાયેલી ટ્વીટ તરીકે જોવામાં આવી રહી છે. મસ્કે પોતાના ડોગની કેટલીક બીજી તસવીરો પણ પોસ્ટ કરી છે. ફોટામાં તેમનો પાળતું શ્વાન સીઈઓની ચેર પર બેઠો છે. આ ઉપરાંત એક બ્લેક કલરનું સ્વેટર પણ પહેરેલું છે. તેના પર સીઈઓએ લખ્યુ છે અને તેની સામે ટેબલ પર ટ્વિટર સીઈઓને લઈને ડોક્યુમેન્ટ પણ દેખાઈ રહ્યા છે. તેમાં paw પ્રિન્ટ્સ પણ દેખાઈ રહ્યા છે. 

— Elon Musk (@elonmusk) February 15, 2023

— Elon Musk (@elonmusk) February 15, 2023

તેમના ટેબલ પર એક નાનકડું લેપટોપ પણ છે અને જેના પર ટ્વિટરનો લોગો બનેલો છે. એલોન મસ્કે Floki ની બીજી તસવીર પણ શેર કરી છે. બીજા ફોટામાં તેણે ટાઈ પણ લગાવેલી છે અને ટેબલ પર અનેક ડોક્યુમેન્ટ્સ પણ પડેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news