Earthquake: દિલ્હી-NCR સહિત ઉ.ભારતમાં ધરા ધ્રુજી, 6.4ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનમાં
દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંડીગઢ, અને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. જેવો ભૂકંપ આવ્યો કે લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા
Trending Photos
દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંડીગઢ, અને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. જેવો ભૂકંપ આવ્યો કે લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા. હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. USGSના જણાવ્યાં મુજબ ભૂકંપની તીવ્રતા 6.4ની હતી અને ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જુર્મ જિલ્લાના બડાખશાન પ્રોવિન્સમાં હતું.
Earthquake tremors felt in Delhi-NCR. Details awaited. pic.twitter.com/qTuaI5477B
— ANI (@ANI) January 11, 2024
પાકિસ્તાનમાં પણ મહેસૂસ થયા આંચકા
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના પીર પંચાલ ક્ષેત્રના દક્ષિણમાં પણ ભૂકંપના આ આંચકા મહેસૂસ થયા. ભૂકંપના આંચકા ફક્ત ભારતમાં જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મહેસૂસ થયા. કેટલીક તસવીરો સામે આવી રહી છે જેમાં લોકો પોતાના ઘરો અને ઓફિસોની બહાર ભાગતા જોવા મળી રહ્યા છે.
Several minutes ago an earthquake rocked the capital Kabul and some other provinces of Afghanistan.
According to the USGS, the earthquake was 6.4 magnitude and it happened 44 km SSW of Jurm district in Badakhshan province, Afghanistan.#TOLOnews pic.twitter.com/pzPt3LW7Qm
— TOLOnews (@TOLOnews) January 11, 2024
અત્રે જણાવવાનું કે એક્સપર્ટ દિલ્હી-એનસીઆરના ભૂકંપ અંગે પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યા છે. જેમનું કહેવું છે કે દિલ્હી એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. જો કે તે ક્યારે આવે તેની કોઈ પુષ્ટિ હજુ થઈ નથી. દિલ્હી-એનસીઆરની નીચે 100થી વધુ લાંબી અને ઊંડી ફોલ્ટ્સ છે. જેમાંથી કેટલીક દિલ્હી-હરિદ્વાર રિજ, દિલ્હી-સરગોધા રિજ અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે. આ સાથે જ અનેક સક્રિય ફોલ્ટ્સ પણ તેનાથી જોડાયેલી છે.
Tremors rock Lahore, Islamabad and Khyber Pakhtunkhwa cities: Pakistan's Geo News
— ANI (@ANI) January 11, 2024
ભૂકંપ કેમ અને કેવી રીતે આવે છે
વૈજ્ઞનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની સંરચનાને સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે તરળ પદાર્થ લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટ્સ તરતી રહે છે. અનેકવાર આ પ્લેટ્સ પરસ્પર ટકરાય છે. વારંવાર ટકરાવવાથી અનેકવાર પ્લેટ્સના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ પડતા આ પ્લેટ્સ તૂટવા લાગે છે. આવામાં નીચેથી નીકળેલી ઉર્જા બહાર તરફ જવા માટે રસ્તો શોધે છે. જ્યારે આ ડિસ્ટર્બન્સ બને છે તો ત્યારબાદ ભૂકંપ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે