Oscars 2022: CODA એ જીત્યો બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ, Will Smith બેસ્ટ એક્ટર, વધુ માહિતી માટે કરો ક્લિક

94th Academy Awards લોસ એન્જલસ: સિનેમાની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા પુરસ્કાર ઓસ્કાર એવોર્ડ્સ 2022ની જાહેરાત થઈ ગઈ છે.

Oscars 2022: CODA એ જીત્યો બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ, Will Smith બેસ્ટ એક્ટર, વધુ માહિતી માટે કરો ક્લિક

94th Academy Awards લોસ એન્જલસ: સિનેમાની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા પુરસ્કાર ઓસ્કાર એવોર્ડ્સ 2022ની જાહેરાત થઈ ગઈ છે. 94માં એકેડેમી એવોર્ડનું આયોજન આ વર્ષે 2022માં આજે સવારે 5 વાગે (ભારતીય સમય મુજબ) લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થયું છે. જ્યાં વિભિન્ન ફિલ્મ સમારોહમાં ચર્ચિત બનેલી ફિલ્મ દૂન (Dune) એ મોટી સફળતા મેળવી છે. ડેનિસ વિલેન્યૂવે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ઓસ્કારમાં અત્યાર સુધીમાં 6 કેટેગરીમાં પુરસ્કાર જીતીને બાજી મારી છે. 

CODA એ જીત્યો બેસ્ટ પિક્ચરનો એવોર્ડ
લેડી ગાગાએ ઓસ્કાર ઈવેન્ટનો ફાઈનલ એવોર્ડ આપ્યો. આ વર્ષે બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં CODA એ એવોર્ડ જીત્યો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2022

Jessica Chastian બેસ્ટ એક્ટ્રેસ
Jessica Chastian ને ફિલ્મ The Eyes of Tammy Faye માટે ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2022

વીલ સ્મિથને બેસ્ટ એક્ટરનો એવોર્ડ
Will Smith એ કિંગ રિચર્ડ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. એવોર્ડ લેતી વખતે તેઓ મંચ પર રડી પડ્યા. તેમણે આંસૂ લૂછતા પોતાની ટીમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કોમેડિયન Chris Rock ને મુક્કો મારવા બદલ માફી પણ માંગી.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2022

બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ જીતનારી ત્રીજી મહિલા બની Jane Campion
Jane Campion એ The Power of The Dog માટે બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે. તેઓ બેસ્ટ ડાઈરેક્ટરનો એવોર્ડ જીતનારા ત્રીજી મહિલા છે. 

વીલ સ્મિથે માર્યો પંચ
ઓસ્ટરના સ્ટેજ પર અભિનેતા વીલ સ્મિથે કોમેડિયન Chris Rock ને મુક્કો મારી દીધો. ક્રિસે વીલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી હતી. 

— Variety (@Variety) March 28, 2022

ભારતની 'Writing With Fire' એવોર્ડથી ચૂકી
ભારતની ડોક્યુમેન્ટ્રી 'Writing With Fire' ઓસ્કાર એવોર્ડ જીતી શકી નહીં. બેસ્ટ ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં 'Summer of Soul' એ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 'Writing With Fire' નું ઓસ્કાર નોમિનેશન સુધી પહોંચવું મોટી વાત છે. પણ તે રેસમાંથી બહાર થઈ ગઈ તે એક નિરાશાજનક વાત છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2022

દૂને મચાવી ધમાલ
પ્રસારણ પહેલા એકેડેમીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે દૂને અત્યાર સુધીમાં બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સ્કોર, બેસ્ટ સાઉન્ડ, અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનમાં એવોર્ડ જીતવાની જાણકારી શેર કરી છે. એકેડેમી એવોર્ડ શરૂ થયા બાદ દૂને બેસ્ટ વિઝ્યૂઅલ ઈફેક્ટ અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન કેટેગરીનો એવોર્ડ પણ મેળવી લીધો. 

1. Cinematography
2. Film Editing
3. Original Score
4. Production Design
5. Sound
6. Visual Effects@dunemovie #Oscar #Oscars2022 #ZEE24Kalak pic.twitter.com/fd3NGmv3CB

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2022

10 કેટેગરીમાં મળ્યું હતું નોમિનેશન
દૂનને ઓસ્કાર 2022 માટે 10 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સાયન્સ ફિક્શન બેસ્ડ આ ફિલ્મ કેટલા ગોલ્ડ મેળવશે. આ ફિલ્મમાં ટિમોથી ચાલમત અને જેસિકા ફર્ગ્યુસન મુખ્ય ભૂમિકામાં છે. 

જાપાનની મૂવીને ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં જાપાનની મૂવી Drive My Car ને ઓસ્કાર એવોર્ડ મળ્યો. આ કેટેગરીમાં Drive My Car, ડેનમાર્કથી Flee, ઈટાલીની The Hand of God, ભૂટાનની Lunana, નોર્વેની The Worst Person in the World નોમિનેશન લિસ્ટમાં હતી. 

Troy Kotsur એ જીત્યો એવોર્ડ
Troy Kotsur ને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ માટે ઓસ્કાર મળ્યો. આ એવોર્ડ માટે Ciarán Hinds(Belfast), Troy Kotsur (CODA), Jesse Plemons (The Power of the Dog), J.K Simmons (Being the Ricardos) અને Kodi Smit-McPhee (The Power of the Dog) નોમિનેટેડ હતા.

Riz Ahmed ને મળ્યો પહેલો ઓસ્કાર
The Long Goodbye ને બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ માટે ઓસ્કાર મળ્યો. આ ફિલ્મ રિઝે Aneil Karia સાથે મળીને લખી હતી. બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈન માટે  Jenny Bevan ને તેમની ફિલ્મ Cruella માટે એવોર્ડ મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news