Donald Trump in Porn Star Case: પોર્નસ્ટાર કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ

Donald Trump- Stormy Daniels: પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સંબંધોના કારણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાયદાના ઘેરામાં ફસાયા છે. તેમને કોર્ટમાં ફાઈનલ ચુકાદા પહેલા જ ધરપકડ કરી લેવાયા છે. 

Donald Trump in Porn Star Case: પોર્નસ્ટાર કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ

Donald Trump under arrest in Porn Star Case: પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સંબંધ અને તેને અયોગ્ય લાભ પહોંચાડવાના આરોપમાં કેસનો સામનો કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી છે. તેમની આ ધરપકડ ન્યૂયોર્ક કોર્ટમાં પેશી પહેલા થઈ. મેનહટ્ટન કોર્ટની બહાર તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા છે. પોલીસે પણ હિંસાની આશંકા જોતા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરી રાખ્યો છે. 

થોડીવારમાં સુનાવણી
ધરપકડ બાદ ટ્રમ્પના વકીલોએ તેમને હથકડી ન પહેરાવવાની અપીલ કરી. આ મામલે કોર્ટમાં થોડીવારમાં સજા પર સુનાવણી થશે. આરોપ છે કે 2016માં ટ્રમ્પની ટીમે એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અફેર સંબંધિત મામલે ચૂપ્પી સાધવા માટે 1 લાખ 30 હજાર અમેરિકી ડોલરનું પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટ ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને કર્યું હતું. પરંતુ ટ્રમ્પે જ્યારે કોહેનને આ રકમ પરત કરી તો તેને લીગલ ફી ગણાવી. 

ટ્રમ્પ પર વોટર્સ સાથે દગો કરવાનો આરોપ
આ મામલે ટ્રમ્પ પર બિઝનેસ રેકોર્ડ્સમાં ખોટું બોલવાનો આરોપ લાગ્યો છે. જે ન્યૂયોર્કના કાયદા મુજબ અપરાધ છે. આરોપ એ પણ છે કે તેનાથી ચૂંટણી કાયદાનો પણ ભંગ થયો છે. કારણ કે કોહેન દ્વારા ડેનિયલ્સને પેમેન્ટ કરીને તેઓ મતદારોને એ જણાવવા માંગતા નહતા કે તેમનું કોઈ અફેર હતું. 

પોર્ન સ્ટારના ખુલાસાથી હડકંપ
એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના જણાવ્યાં મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેની પહેલી મુલાકાત વર્ષ 2006માં એક ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન થઈ હતી. ડેનિયલ્સનો દાવો છે કે પહેલી મુલાકાતમાં જ ટ્રમ્પે તેને ડિનર માટે બોલાવી હતી. આ મુલાકાતને લઈને ડેનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પે તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા જ્યારે તે તેના માટે તૈયાર નહતી. જો કે ટ્રમ્પે આ આરોપો ફગાવ્યા. પરંતુ ત્યારબાદ ટ્રમ્પે ડેનિયલ્સ પર જબરદસ્તીથી વસૂલીનો આરોપ લગાવ્યો અને 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીની બરાબર પહેલા ટ્રમ્પે તેને ચૂપ રહેવા માટે 1 કરોડ રૂપિયા આપ્યા. આ મુદ્દે મેનહેટ્ટન કોર્ટે કાયદાના ભંગ તરીકે લીધી. 

શું હશે ટ્રમ્પનું રાજકીય ભવિષ્ય
કાનૂની દાવપેચમાં હવે ટ્રમ્પ પૂરેપૂરા ગૂંચવાઈ ગયા છે. અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર આર મેનહટ્ટન કોર્ટ પર ટકેલી છે. કારણ કે ચુકાદો જો ટ્ર્મ્પની વિરુદ્ધમાં આવ્યો તો સવાલ તેમના રાજકીય ભવિષ્યને લઈને ઉઠશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news